Heeramandi: હીરામંડીમાં નોકરાણી સાથે સોનાક્ષી સિન્હાએ કર્યા ઈંટીમેટ સીન, શેર કર્યો શૂટિંગ સમયનો અનુભવ
Heeramandi: હીરામંડીમાં સોનાક્ષી સિંહા એ કેટલાક એવા સીન પણ કર્યા છે જેને જોઈને લોકો આશ્ચર્યચકીત થઈ ગયા. જેમકે આ વેબ સિરીઝમાં સોનાક્ષી સિંહા પોતાની નોકરાણી સાથે પણ ઇન્ટીમેટ થાય છે. આ અનુભવ કેવો રહ્યો અને તેની પાછળની સ્ટોરી શું હતી તે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં સોનાક્ષી સિંહાએ જણાવ્યું હતું.
Trending Photos
Heeramandi: બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા હાલ તેની વેબ સીરીઝ હીરામંડીને લઈને ચર્ચામાં છે. સંજય લીલા ભણસાલી ની વેબસીરીઝ હીરામંડીમાં સોનાક્ષી સિંહાએ ફરીદનનું પાત્ર ભજવ્યું હતું. આ વેબ સિરીઝમાં સોનાક્ષી સિંહાનો અભિનય જોય લોકો તેના વખાણ કરી રહ્યા છે. હીરામંડીમાં સોનાક્ષી સિન્હાના અભિનયે લોકોને ઈમ્પ્રેસ કરી દીધા છે. જોકે આ હીરામંડીમાં સોનાક્ષી સિંહા એ કેટલાક એવા સીન પણ કર્યા છે જેને જોઈને લોકો આશ્ચર્યચકીત થઈ ગયા. જેમકે આ વેબ સિરીઝમાં સોનાક્ષી સિંહા પોતાની નોકરાણી સાથે પણ ઇન્ટીમેટ થાય છે. આ અનુભવ કેવો રહ્યો અને તેની પાછળની સ્ટોરી શું હતી તે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં સોનાક્ષી સિંહાએ જણાવ્યું હતું.
સોનાક્ષી સિંહા પણ હાલ તો હીરામંડી વેબ સિરીઝની સફળતાને માણી રહી છે. આ સંબંધિત એક ઇન્ટરવ્યૂમાં સોનાક્ષી એ પોતાના ઇન્ટિમેટ સીનને લઈને પણ વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે વેબ સિરીઝની શૂટિંગ શરૂ થઈ તે પહેલા જ સંજય લીલા ભણસાલીએ તેને જણાવી દીધું હતું કે ફરીદન એક ઝેન્ડરમાં બંધાઈને રહેનાર વ્યક્તિ નથી. ફરીદન ફ્લુઇડ પાત્ર છે. જ્યારે આ વાત સાંભળી હતી તો સોનાક્ષી સિંહાને થોડીવાર માટે કંઈક થઈ ગયું હતું... તેણે આગળ જણાવ્યું હતું કે હીરામંડીમાં તે સમયે દરેક વ્યક્તિ આ બાબતોને લઈને ઓપન રહેતી હતી.
સોનાક્ષી સિંહાએ જણાવ્યું કે વેબ સિરીઝમાં એવું દેખાડવામાં આવ્યું છે કે ફરીદનને નવ વર્ષની ઉંમરમાં જ વહેંચી દેવામાં આવી હતી જેના કારણે તેમને પુરુષોથી નફરત થઈ ગઈ હતી. ત્યાર પછી ફરીદન બધી જ વસ્તુઓને ઓપન રાખતી. તેણે સ્પષ્ટતા પણ કરી છે કે આ પ્રકારના ઈન્ટિમેટ સીનને વેબ સીરીઝમાં ઓપનલી દેખાડવામાં આવ્યા નથી.
સોનાક્ષી સિંહાએ હીરામંડીને લઈને એક અન્ય વાત પણ કરી હતી. તેણે જણાવ્યું હતું કે હીરામંડી વેબ સીરીઝમાં જે કપડા વાપરવામાં આવ્યા હતા તે સોનાક્ષીને એટલા પસંદ પડ્યા કે તેણે સંજય લીલા ભણસાલી પાસેથી વેબ સીરીઝમાં વપરાયેલા કપડા માંગી પણ લીધા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે