Sizzling Photoshoot ના કારણે ટ્રોલ થઈ રાઈમા સેન, કહ્યું,'મને શરમ નથી આવતી'

બોલીવુડ એક્ટ્રેસ રાઈમા સેને (Raima Sen) અત્યાર સુધીનું સૌથી બોલ્ડ ફોટો શૂટ કરાવ્યું, જેના કારણે તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહી છે. એક ઈન્ટરવ્યુમાં રાઈમાએ કહ્યું કે  મને શરમ નથી આવતી.

Sizzling Photoshoot ના કારણે ટ્રોલ થઈ રાઈમા સેન, કહ્યું,'મને શરમ નથી આવતી'

નવી દિલ્લીઃ બોલીવુડ એક્ટ્રેસ રાઈમા સેને (Raima Sen) અત્યાર સુધીનું સૌથી બોલ્ડ ફોટો શૂટ કરાવ્યું, જેના કારણે તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહી છે. એક ઈન્ટરવ્યુમાં રાઈમાએ કહ્યું કે  મને શરમ નથી આવતી. બોલીવુડ એક્ટ્રેસ રાઈમાં સેનને (Raima Sen) આજે દરેક લોકો જાણે છે. બોલીવુડમાં સફળતા ના મળવાના કારણે તે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ ગઈ. રાઈમા સેન (Raima Sen) બંગાળી ઈન્ડસ્ટ્રીનો એક ઓળખીતો ચહેરો છે. આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને કોઈ પણ પ્રકારે તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.

ધ લાસ્ટ આવરને લઈને ચર્ચામાં છે રાઈમા
 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raima Sen (@raimasen)

રાઈમા સેન (Raima Sen) પોતાની વેબ સિરીઝ દ લાસ્ટ આવર (The Last Hour)ને લઈને ચર્ચામાં છે. પોતાની એક્ટિંગની સાથે-સાથે રાઈમાં પોતાના બોલ્ડ અને હોટ ફોટોઝ માટે જાણીતી છે. થોડા દિવસો પહેલા રાઈમાએ અત્યાર સુધીનું સૌથી બોલ્ડ ફોટો શૂટ કરાવ્યું જેના કારણે તેને ટ્રોલ થવું પડ્યું.

રાઈમાએ કહ્યું- ફોટો શૂટ કરાવતા સમયે હું નર્વસ થતી નથી

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raima Sen (@raimasen)

તાજેતરમા જ રાઈમાએ આપેલા ઈન્ટરવ્યુમાં તેને જણાવ્યું કે, મને આ બધુ કરવામાં બિલકુલ શરમ નથી આવતી. તેણે જણાવ્યું કે તે બોલ્ડ ફોટો શૂટ કરાવતા સમયે જરા પણ નર્વસ નથી થતી. વધુમાં રાઈમાએ જણાવ્યું કે હું હકીકતમાં આ ફોટોઝને શૂટ કરાવવા માટે ખૂબ સહજ હતી. તે ફોટોઝ બોલ્ડ ન હતા.

વારંવાર ટ્રોલ થાય છે રાઈમા
 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raima Sen (@raimasen)

ઈન્ટવ્યુમાં રાઈમાએ આગળ જણાવ્યું કે તેને પોતાની બિલ્ડીંગની અગાસી પર શૂટ કરાવ્યું હતું. લોકડાઉન 16 મેથી શરૂ થયું. અમે 15 તારીખે શૂટ કર્યું. રાઈમા સેન  (Raima Sen) ને હંમેશા ટ્રોલ કરવામાં આવે છે.  રાઈમા સેને સોશિયલ મીડિયા પર પોતાની ટોપલેસ ફોટો શેર કરી હતી જેનાથી ઈન્ટરનેટ પર ધમાલ મચી ગઈ અને તેને ટ્રોલિંગનો શિકાર બનવું પડ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news