BOX OFFICE પર 16માં દિવસે સિંબાની કમાણી પહોંચી 350 કરોડને પાર

રણવીર સિંહની ફિલ્મ સિંબાએ પોતાની રિલીઝ બાદથી 16 દિવસની અંદર બોક્સ ઓફિસ પર 350 કરોડ કરતા વધુની કમાણી કરી છે. 
 

BOX OFFICE પર 16માં દિવસે સિંબાની કમાણી પહોંચી 350 કરોડને પાર

નવી દિલ્હીઃ રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ, રોહિત શેટ્ટી પિક્ચર્સ અને ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત રણવીર સિંહની ફિલ્મ સિંબાએ પોતાની રિલીઝ બાદથી 16 દિવસમાં વિશ્વભરમાં 350 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ સાથે ત્રણેય પ્રોડક્શન હાઉસ માટે બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે સિંબા ડોમેસ્ટિક બોક્સ ઓફિસમાં અત્યાર સુધી ટોપ 10 બોલીવુડ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. 

28 ડિસેમ્બર, 2018નાં રિલીઝ થઈ હતી ફિલ્મ
આ ફિલ્મ 28 ડિસેમ્બર 2018ના રિલીઝ થઈ હતી. તેમાં રણવીર સિંહ એક પોલીસકર્મીની ભૂમિકામાં છે. સિંબાની સાથે રોહિત શેટ્ટીની સતત આઠમી ફિલ્મ 100 કરોડ રૂપિયાના ડોમેસ્ટિક ઓફિસ ક્લબમાં સામલે થઈ ગઈ છે. વિશ્વભરમાં ફિલ્મની સફળતાથી ઉત્સાહિત રોહિત શેટ્ટીનું માનવું છે કે સફળતા માત્ર તેમની નહીં પરંતુ તમામ પ્રશંસકો અને ટીમની છે. 

સિંબા પર ગર્વ કરી રહ્યો છે કરણ જૌહર
તેમણે કહ્યું દરેક જગ્યાના સિનેમા હોલમાં સિંબા માટે દર્શકોની ઉત્તેજના અને શાનદાર પ્રતિક્રિયા જોવી અવિશ્વસનીય છે. ફિલ્મની પ્રશંસાથી હું ઘણો ખુશ છું. કરણ જૌહરે કહ્યું કે, ધર્મા પ્રોડક્શનને સિંબા પર ગર્વ છે અને તે ખુબ ખુશ છે. ફિલ્મમાં સારા અલી ખાન, સોનૂ સૂદ, સિદ્ધાર્થ જાધવ, આશુતોષ રાણા અને અજય દેવગન મૂખ્ય ભૂમિકામાં છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news