Shershaah નું ટીઝર રિલીઝ, કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકામાં સિદ્ધાર્થ મલ્હોત્રા, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

વિષ્ણ વર્ધન દ્વારા નિર્દેશિત અને ધર્મા પ્રોડક્શન્સ અને કાશ એન્ટરટેઇનમેન્ટ દ્વારા સંયુક્ત રૂપથી નિર્મિત શેરશાહ 12 ઓગસ્ટે એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે.

Shershaah નું ટીઝર રિલીઝ, કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકામાં સિદ્ધાર્થ મલ્હોત્રા, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

નવી દિલ્હીઃ એમેઝોન પ્રાઇમ વીડિયોએ ગુરૂવારે શેરશાહ (Shershaah) ના વર્લ્ડ પ્રીમિયરની જાહેરાત કરી છે. આ બહુપ્રતિક્ષિત વોર ડ્રામા કારગિલ યુદ્ધના હીરો, કેપ્ટન વિક્રમ બત્રા (પીવીસી)  (Captain Vikram Batra) ના જીવનથી પ્રેરિત છે, જેની ભૂમિકા સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) નિભાવી રહ્યો છે. 

સિદ્ધાર્થની સાથે કિયારા આવશે નજર
વિષ્ણ વર્ધન દ્વારા નિર્દેશિત અને ધર્મા પ્રોડક્શન્સ અને કાશ એન્ટરટેઇનમેન્ટ દ્વારા સંયુક્ત રૂપથી નિર્મિત શેરશાહ 12 ઓગસ્ટે એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. ફિલ્મમાં સિદ્ધાર્થ સિવાય કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે શિવ પંડિત, રાજ અર્જુન, પ્રણય પચૌરી, હિમાંશુ અશોક મલ્હોત્રા, નિકિતિન ધીર, અંકિતા ગોરાયા, અનિલ ચરણજીત, સાહિલ વૈદ, શાતાફ ફિગર અને પવન ચોપડા પણ જોવા મળશે. 

પરાક્રમ, પ્રેમ અને બલિદાનની કહાની
શેરશાહ શહીદ કેપ્ટન વિક્રમ બત્રાના જીવનથી પ્રેપિત પરાક્રણ, પ્રેમ અને બલિદાનની કહાની છે. ફિલ્મ તેમના શૌર્યને દેખાડે છે અને 1999ના કારગિલ યુદ્ધમાં તેમના અમૂલ્ય બલિદાનનું સન્માન કરે છે. પોતાના કોડનેમ શેરશાહ પ્રત્યે ઇમાનદાર રહેતા કેપ્ટન બત્રાની બહાદુરી અને અંતિમ બલિદાને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

વોર હીરોની સત્ય કથા
શેરશાહ વિશે ધર્મા પ્રોડક્શનના કરણ જોહરે કહ્યુ- શેરશાહ એક વોર હીરોની સાચી કહાની છે, જેના સાહસ અને બહાદુરીએ આપણા દેશને જીત અપાવી. તેમનું બલિદાન અમૂલ્ય છે અને તેમનું જીવન આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે. શેરશાહ આપણા સૈનિકોની બહાદુરીને અમારા તરફથી શ્રદ્ધાંજલિ છે અને મને આશા છે કે આ ફિલ્મ જોઈને દરેક દર્શકનું દિલ ગર્વથી ભરાઇ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news