નશામાં ધુત Siddharth Shuklaએ ડિલિવરી બોયના બાઈકને મારી ટક્કર? સામે આવ્યો ચોંકાવનારો Video

બિગ બોસ 13 (Bigg Boss 13)નો વિજેતા સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla) સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. આજે સિદ્ધાર્થ શુક્લ તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે અભિનેતાનો એક વીડિયો સામે આવ્યો છે

નશામાં ધુત Siddharth Shuklaએ ડિલિવરી બોયના બાઈકને મારી ટક્કર? સામે આવ્યો ચોંકાવનારો Video

નવી દિલ્હી: બિગ બોસ 13 (Bigg Boss 13)નો વિજેતા સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla) સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. આજે સિદ્ધાર્થ શુક્લ તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે અભિનેતાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો શુક્રવારે રાત્રે અંધેરીના ઓશિવારા વિસ્તારનો છે. વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ શુક્લા નશામાં છે અને તેણે ડિલિવરી બોયને પોતાની કારથી ટક્કર મારી છે.

સિદ્ધાર્થ શુક્લાએ ડિલીવરી બોય સાથે કરી મારામારી
અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla) જન્મદિવસની પાર્ટી બાદ તેના ઘરે જવા માટે નીકળ્યા હતા. ત્યારે ઓશિવારા વિસ્તારમાં એક ડિલિવરી બોય (Delivery boy)ની બાઇક તેની કાર સાથે ટકરાઈ હતી. ઘટના સ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ત્યારબાદ ઉગ્ર ચર્ચામાં સિધ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)એ આ ડિલિવરી બોય સાથે મારા મારી કરી હતી. જો કે, ત્યાં હાજર લોકોએ કેમેરા પર તેને આ ઘટના વિશે પૂછ્યું ત્યારે તેનું કહેવું હતું કે, જે વ્યક્તિને તેણે માર માર્યો હતો તે વ્યક્તિએ સિદ્ધાર્થ શુક્લાને છરી બતાવી હતી અને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

જન્મદિવસ પર ફસાયો સિદ્ધાર્થ શુક્લા
તમને જણાવી દઈએ કે આ મામલે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)એ દારૂ પીધો હતો કે નહીં. મામલો વધતો જોઈને સિદ્ધાર્થ શુક્લા પોતાની કાર લઇને નીકળી ગયો હતો. હજી સુધી પોલીસમાં કોઈ પ્રકારનો કેસ નોંધ્યો નથી. તમને જણાવી દઈએ કે શહેનાઝ ગિલે (Shehnaaz Gill) સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)ના જન્મદિવસને વિશેષ બનાવવા માટે કોઈ કસર છોડી નથી. તેણે સિધ્ધાર્થને મધ્યરાત્રિ દરમિયાન જ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી, તેમજ તેણે કેક પણ કાપી હતી.

શહેનાઝે સિદ્ધાર્થનો બર્થ ડે ઉજવ્યો
બિગ બોસ 13માં શહનાઝ ગિલ અને સિધ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)ની જોડી ઘણી પસંદ કરવામાં આવી હતી. બિગ બોસના ઘરની બહાર આવ્યા પછી પણ બંને વચ્ચે સારા સંબંધ છે. ઘરની બહાર આવ્યા બાદ બંનેએ સાથે મળીને બે મ્યુઝિક વીડિયો પણ બનાવ્યા છે. આ સિવાય બંને ઘણી વખત એક સાથે જોવા મળ્યા છે. આમ તો, સિદ્ધાર્થ 40 વર્ષનો છે અને તે તેનો જન્મદિવસ તેના પરિવાર વચ્ચે ઉજવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news