'બ્રા'વાળા નિવેદન પર Shweta Tiwari એ માંગી માફી, કહ્યું- મેં કો-સ્ટાર સૌરભ જૈનને 'ભગવાન' કહ્યા હતા

શ્વેતા તિવારી બ્રા અને ભગવાન  (God is taking my bra size) વાળા નિવેદન પર ફસાય હતી. આ મામલામાં તેના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. હવે અભિનેત્રીએ પોતાના વિવાદિત નિવેદન પર માફી માંગી છે. 

'બ્રા'વાળા નિવેદન પર Shweta Tiwari એ માંગી માફી, કહ્યું- મેં કો-સ્ટાર સૌરભ જૈનને 'ભગવાન' કહ્યા હતા

નવી દિલ્હીઃ પોપ્યુલર અભિનેત્રી શ્વેતા તિવારીએ (Shweta Tiwari) પોતાના વિવાદિત નિવેદનને લઈને માફી માંગ (Shweta Tiwari Apologises) લીધી છે. તેણે એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં જણાવવામાં આવ્યું કે તેની વાતને ખોટી રીતે સમજવામાં આવી છે. તેમ છતાં ધાર્મિક લાગણી દુભાવાને કારણે તેણે બધાની માફી માંગી છે. શ્વેતા 'બ્રા અને ભગવાન' (God is taking my bra size) વાળા નિવેદન પર ફસાય હતી. આ મામલામાં તેના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. 

શ્વેતા તિવારીએ પોતાના નિવેદનમાં લખ્યું છે, 'મારા નોટિસમાં આવ્યું છે કે મારા કો-સ્ટારની પાછલી ભૂમિકાને લઈને મારા સ્ટેટમેન્ટને ખોટી રીતે સમજવામાં આવ્યું અને તેને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. હું ખુદ ભગવાન પર વિશ્વાસ કરુ છું, તેથી જાણતા-અજાણતા કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો ઇરાદો નહોતો, પરંતુ હું મારા શબ્દોથી કોઈને ઠેસ પહોંચાડવા ઈચ્છતી નથી, તેથી હું માફી માંગુ છું.'

શું બોલી હતી શ્વેતા તિવારી?

શ્વેતા તિવારી એક વેબ શો માટે ભોપાલ ગઈ હતી. અહીં તેનું શૂટિંગ પણ થવાનું હતું. પત્રકાર પરિષદ દરમિયાન મજાક ભર્યો માહોલ ચાલી રહ્યો હતો અને આ વચ્ચે શ્વેતાએ કહ્યું, 'મારી બ્રાની સાઇઝ ભગવાન લઈ રહ્યાં હતા.' આ વીડિયા સામે આવ્યા બાદ વિવાદ શરૂ થયો હતો. શ્વેતાની લોકો આલોચના કરવા લાગ્યા હતા. 

 

સામે આવ્યો સંપૂર્ણ વીડિયો
ત્યારબાદ આ ઘટનાક્રમનો સંપૂર્ણ વીડિયો સામે આવ્યો, જેમાં તે કહેવામાં આવી રહ્યું હતું કે એક્ટર સૌરભ જૈને આ પહેલાં ભગવાનનો રોલ કર્યો હતો અને હવે સીધો બ્રા ફિટરના રોલમાં જોવા મળશે. ત્યારે શ્વેતાએ તે વાત કહી હતી અને તેની અધૂરી વાતને લઈને વિવાદ વધી ગયો હતો. મહત્વનું છે કે શ્વેતાની સાથે સ્ટેજ પર સૌરભ રાજ જૈન, રોહિત રોય, દિગાંગના સૂર્યવંશી અને કંવલજીત પણ હતા. 

નિવેદન પર બબાલ
શ્વેતાના આ નિવેદન પર બબાલ વધ્યા બાદ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કડક વલણ અપનાવ્યું હતું. તેમણે શ્વેતાના નિવેદનને વિવાદાસ્પદ ગણાવ્યું હતું અને પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો હતો. તો આ મામલામાં ભોપાલમાં એક વ્યક્તિએ શ્વેતા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news