રાજકોટ આગકાંડ પર હાઈકોર્ટનો સળગતો સવાલ : કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા, તો મ્યુ. કમિશનરને કેમ ન કર્યાં?

Gujarat Highcourt : રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો પર  સુનાવણી શરૂ.. હાઈકોર્ટનું અવલોકન.. કહ્યું, તંત્ર જાણતું હતું કે ગેમઝોન ગેરકાયદે, તો શું આગ લાગવાની રાહ જોવાતી હતી?

રાજકોટ આગકાંડ પર હાઈકોર્ટનો સળગતો સવાલ : કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા, તો મ્યુ. કમિશનરને કેમ ન કર્યાં?

rajkot game zone fire case : રાજકોટ આગકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આગકાંડ મામલે હાઈકોર્ટમા સુઓમોટો કરવામાં આવતી હતી. રાજકોટ આગકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. સુનાવણીમાં મનપાના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી. મનપાએ ગેમિંગ ઝોન ગેરકાયદે હોવા અંગે નોટિસ આપી હતી. ત્યારે હાઈકોર્ટે મનપાની ઝાટકણી કાઢતા કહ્યું કે, મનપા જાણતી હતી કે ગેમિંગ ઝોન ગેરકાયદે છે, તેમ છતાં પગલાં ન લીધા, આગ લાગવાની રાહ જોવાતી હતી. પ્રથમવાર આગ લાગ્યા બાદ પણ કોઈ મજબૂત પગલાં કેમ ન લીધા. તમે જવાબદાર વિભાગના કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા, તો કેમ મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કર્યા નથી. મનપાએ એક વર્ષ પહેલાં ડિમોલિશન માટે નોટિસ આપી હતી. એક વર્ષ સુધી મનપા અને કમિશનરે કેમ ડિમોલિશનની કામગીરી ન કરી. રાજકોટ મનપા કમિશનર સત્તા પર હતા તો ભૂલ કેમ થઈ. 

હાઈકોર્ટે સવાલ કર્યો કે નાના 5-6 અધિકારીઓ સામે કાર્યવાહી કરી , કમિશનરોને શા માટે છાવરો છો. શા માટે કમિશનરોને સસ્પેન્ડ નથી કર્યા એ સવાલ કોર્ટે કર્યો છે. હવે 13 જૂનના શું પ્રોગ્રેસ છે તે અંગે સુનાવણી થશે. અરજદાર વકીલ બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું કે, મે સુઓમોટો માટે અપીલ કરી તેની સામે પણ સરકારનાં મુખ્ય વકીલને વાંધો છે. કેમ ઘટનાસ્થળે હાજર સાક્ષીઓ સામે નથી આવી રહ્યા.. શું કોઈથી ડરી રહ્યા છે.. મારી વિનંતી છે કે સાક્ષીઓ કોર્ટ સમક્ષ આવે. કોર્ટે કહ્યું કે દુર્ઘટના પહેલા જેની ગેરકાયદેસર સ્ટ્રકચર દૂર કરવાની જવાબદારી હતી તે અધિકારીઓ સામે હત્યાની કલમ કેમ ન લગાડવી જોઈએ એ સવાલ પણ કોર્ટે કર્યો. સરકાર તરફથી પબ્લીકના પૈસે અધિકારીઓને છાવરવા કેમ ચલાવી લેવાય. રાજકોટ અગ્નિકાંડ માં સાક્ષીઓ કેમ આગળ આવતા ડરે છે.

સિસ્ટમ આખી નબળી છે, ઘટના માટે તમામ જવાબદાર - વકીલ 
કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટના વકીલ એસોસિયેશનના પ્રમુખ અને અરજદાર વકીલ બ્રિજેશ ત્રિવેદીએ રજુઆત કરી કે, Sc અને કોર્ટોના હુકમો પણ તંત્ર ભૂલી જાય તે ના ચાલે. આ સિસ્ટમ આખી નબળી છે, ઘટના માટે તમામ જવાબદાર છે. રાજ્યમાં અનેક બિલ્ડીંગ બને કોઈ noc બીયું ફાયર નિયમો જોવાનો સમય પણ નથી. આવી દુર્ઘટના બાદ  તંત્ર જાગે તે અધિકારીઓની સિસ્ટમ કેવી. વર્ષોથી સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટના ફાયર સેફ્ટી પર હુકમ છે. છતાં અમલવારી નહીં કરી જેથી હત્યાનો ચાર્જ લગાવી પગલાં લો. અનેક ઘટનાઓ બને છતાં બોધપાઠ તંત્ર લેતું નહીં. આ વારંવાર થતી ઘટનાઓમાં 27 ના જીવ ગયા છે.. સરકાર મૃત્યુ સામે લાખોનું વળતર આપી દુઃખ બતાવે છે. પગલાં લેવામાં સરકાર નિષ્ફળ છે. આ દુર્ઘટના નહીં ક્રાઇમ......ક્રાઇમ.....ક્રાઇમ છે. હત્યારાઓને માફ ના કરી શકાય.

સાથે જ રાજકોટ મનપા કમિશનર વ્યક્તિગત રીતે જવાબદાર હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું. હાઈકોર્ટે કહ્યું કે, રાજકોટ મનપા કમિશનર વિગતવાર રિપોર્ટ કોર્ટને સોંપો.  

સીટનો સમય વધારાયો 
આમ, આજે હાઈકોર્ટમાં આગકાંડ મામલે સુનાવણી પૂર્ણ થઈ હતી. વધુ સુનાવણી 13 જૂને હાથ ધરાશે. તો બીજી તરફ, રાજકોટ અગ્નિકાંડ મામલે સીટની તપાસનો સમયગાળો વધારાયો છે. સીટ દ્વારા બે મહિનાનો વધારાનો સમય મંગાવાયો હતો. રજૂઆત બાદ આખરી રીપોર્ટ 20 જુન સુધી આપવા આદેશ કરાયો છે. આમ, રાજ્ય સરકારે 20 જુન સુધીનો સમય આપ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news