શિલ્પા સ્ટાર હોય તો ભારતની પણ ઓસ્ટ્રેલિયામાં તેની કિંમત થઈ કોડીની ! બની મોટી ઘટના

શિલ્પા શેટ્ટી ઓસ્ટ્રેલિયામાં રંગભેદનો ભોગ બની છે જેની ફરિયાદ તેણે સોશિયલ મીડિયામાં કરી છે

શિલ્પા સ્ટાર હોય તો ભારતની પણ ઓસ્ટ્રેલિયામાં તેની કિંમત થઈ કોડીની ! બની મોટી ઘટના

મુંબઈ : ભારતની મોટીમોટી સેલિબ્રિટીઓ અનેકવાર વિદેશમાં રંગભેદનો ભોગ બનતી હોય છે. ભારતમાં જેને જોવા માટે ચાહકો તલપાપડ હોય છે તેમની કિંમત વિદેશમાં બે કોડીની કરી નાખવામાં આવે છે. હાલમાં આવું જ વર્તન થયું છે શિલ્પા શેટ્ટી સાથે. શિલ્પાએ તેની સાથે બનેલી આ ઘટનાની સોશિયલ મીડિયામાં ફરિયાદ કરી છે. શિલ્પા શેટ્ટીની હાલની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે. શિલ્પા સિડનીથી મેલબર્નની મુસાફરી કરી રહી હતી ત્યારે એરપોર્ટના એક સ્ટાફે તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો. આ ઘટનાથી નારાજ શિલ્પાએ સોશિયલ મીડિયા અકાઉંટ પર બળાપો કાઢ્યો.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Subject: #Qantas airways @qantas This should get your attention! Travelling from Sydney to Melbourne and at the check in counter met a grumpy #Mel ( that’s her name)who decided it was “OK” to speak curtly to “US” ( Brown people!!) travelling together ,I was flying business and had 2 bags (my allowance)and she insisted and decided my half empty Duffel bag was oversized( to check in!!) So she sent us to check it in at the other counter dealing with “Oversized luggage” ..there a Polite lady(yes this one was) said ..”this ISN’T an oversized bag, pls check this in manually if u can at another counter” ( all this happening while the counter is going to shut in 5 mins) As the manual check in wasn’t going thru for 5 mins( we tried) I went upto #Mel and requested her to put the bag thru as her colleague said it wasn’t an oversized bag.. She refused again.. Just being adamant especially when I told her this is causing a lot of inconvenience .. We had no time to waste so we ran to the oversized baggage counter and requested her to put the bag through which she did after I told her that #Rude #Mel had issues !!!.... to which another colleague joined in an reiterated my duffle wasn’t oversized and could’ve easily been checked in. The point is .. This piece is only for #quantas airlines to know and take cognisance .. that their staff must be taught to be helpful and TONE can’t change with preference to #COLOUR .”WE” are NOT #pushovers and they MUST know that being #callous and #Rude will NOT BE TOLERATED 🙏✋🏼💔. Ps: Please tell me if that bag in the picture is oversized??!! @australia @visitmelbourne @travel #truthmustbetold #bemused #uncalledfor #standup #equality #whatswrongisnotright #instapic #travelwoes #shocking #nightmare #notcool

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

ફરિયાદ પ્રમાણે ચેકિંગ દરમિયાન ગ્રાઉંડ સ્ટાફે શિલ્પા સાથે દુર્વ્યવહાર કર્યો. એક્ટ્રેસની પોસ્ટ પ્રમાણે તેની સાથે દુર્વ્યવહાર તો કર્યો સાથે જ વંશીય ટિપ્પણી પણ કરી. શિલ્પા શેટ્ટીએ આ ઘટનાને ભૂલવાને બદલે અવાજ ઉઠાવ્યો અને આ સમગ્ર ઘટનાની જાણ સોશિયલ મીડિયા પર કરી. 
આ પહેલા પણ 2007માં સેલિબ્રિટી બિગ બ્રધર શોમાં પણ શિલ્પા વંશીય ટિપ્પણીનો શિકાર થઈ. જો કે શિલ્પાએ આ શો જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. આ વખતે પણ શિલ્પાએ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો તે પ્રશંસનીય છે.

શિલ્પાએ ઈંસ્ટા પોસ્ટમાં લખ્યું કે, તેની ટ્રાવેલિંગ બેગને એરપોર્ટ પર ઓવરસાઈઝ્ડ બતાવી અને તેને કેબિન લગેજમાં રાખવાની ના પાડી. એરપોર્ટ પર રહેલા સ્ટાફે તેની સાથે ખરાબ રીતે વાત પણ કરી. એક્ટ્રેસે આ પોસ્ટ સાથે બેગનો ફોટો પણ શેર કર્યો છે. શિલ્પાએ પૂછ્યું કે, ”શું આ બેગ ખરેખર એટલી મોટી છે કે તેને કેબિનમાં ન લઈ જવાય?”

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news