Shah Rukh Khan New Car:'પઠાન'ની ભવ્ય સફળતા વચ્ચે શાહરૂખે પોતાને આપી 10 કરોડની લક્ઝુરિયસ ગિફ્ટ

Shah Rukh Khan New Car: ફિલ્મ 'પઠાન'ની જબરદસ્ત સફળતા બાદ શાહરૂખ ખાન ફરી ચર્ચામાં છે. એક ફિલ્મથી કરોડો રૂપિયાની કમાણી કર્યા બાદ શાહરૂખે પોતાને એક મોંઘી ભેટ આપી છે. આ ભેટ છે 10 કરોડ રૂપિયાની રોલ્સ-રોયસ કાર.

Shah Rukh Khan New Car:'પઠાન'ની ભવ્ય સફળતા વચ્ચે શાહરૂખે પોતાને આપી 10 કરોડની લક્ઝુરિયસ ગિફ્ટ

Shah Rukh Khan New Car: દુનિયાભરમાં 'પઠાન'નું કલેક્શન એક હજાર કરોડ રૂપિયાનું રહ્યું છે, જે શાહરૂખ ખાન માટે અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન છે. એવામાં શાહરૂખ સેલિબ્રેશનના મૂડમાં છે. પોતાના લક્ઝરી કાર કલેક્શનમાં તેમણે રોલ્સ-રોયને સામેલ કરી છે. આ લિમિટેડ એડિશન કારની કિંમત 10 કરોડ રૂપિયા હોવાનું જણાવાય છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સફેદ રંગની 555 નંબરની એક સફેદ લક્ઝરી કાર શાહરૂખના ઘરમાં પ્રવેશી રહી છે. 

— SRK Khammam Fan club (@srkkhammamfc) March 27, 2023

થોડા સમય પહેલાં 'પઠાન'ના પ્રમોશન દરમિયાન શાહરૂખ ખાનના હાથમાં બ્લૂ રંગની કાંડા ઘડિયાળ જોવા મળી હતી. ઓડેમાર્સ પિગુએટની આ ઘડિયાળની કિંમત 4.98 કરોડ રૂપિયા હોવાનું જણાવાય છે. 

શાહરૂખ હાલ પોતાની આગામી ફિલ્મ 'જવાન' પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે નયનતારા અને વિજય સેતુપતિ નજરે પડશે. રાજકુમાર હિરાનીની ફિલ્મ 'ડંકી'માં પણ શાહરૂખ નજરે પડશે. સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3માં પણ શાહરૂખનો કેમિયો છે. આ ફિલ્મ આ જ વર્ષે નવેમ્બરમાં રીલિઝ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news