Mira Rajput Video: શાહિદની પત્ની મીરા કપૂરે ગરીબ બાળકો સાથે કર્યું એવું વર્તન કરે થઈ ગઈ ટ્રોલ, તમે પણ જુઓ Video

Mira Rajput Video: મીરા કપૂરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં મીરા કપૂરની બાળકો સાથેની હરકત જોઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

Trending Photos

Mira Rajput Video: શાહિદની પત્ની મીરા કપૂરે ગરીબ બાળકો સાથે કર્યું એવું વર્તન કરે થઈ ગઈ ટ્રોલ, તમે પણ જુઓ Video

Mira Rajput Video: બોલીવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા કપૂર તેના વર્તનના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. મીરા કપૂરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં મીરા કપૂરની હરકત જોઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે મીરા કપૂર જરૂરિયાત મંદ ગરીબ બાળકોને ઇગ્નોર કરી રહી છે. તેના આ વર્તનને લઈને લોકો તેને ઘમંડી કહેવા લાગ્યા છે. 

આ વિડીયો વાયરલ થતા મીરા કપૂર ટ્રોલ થઈ રહી છે જોકે હજુ સુધી મીરા કપૂરનું કોઈ રીએક્શન સામે આવ્યું નથી. સોશિયલ મીડિયા પર મીરા કપૂરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની કારમાંથી નીકળી કોઈ જગ્યાએ જતી જોવા મળે છે. જ્યારે મીરા કપૂર કારમાંથી ઉતરે છે તો તેની સામે બે ગરીબ બાળકો જે રસ્તા પર વસ્તુઓ વેચતા હોય છે તે આવે છે. બંને બાળકો મીરા કપૂર આગળ હાથ લંબાવીને મદદ માટે કહેવા લાગે છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Voompla (@voompla)

પરંતુ મીરા કપૂર બંને સામે જોતી પણ નથી અને તેમને ઇગ્નોર કરીને આગળ નીકળી જાય છે. સાથે જ સિક્યુરિટી ગાર્ડ બાળકોને મીરા કપૂર પાસે જવાથી રોકી દે છે. આ જોઈને પણ મીરા કપૂર ગાર્ડને રોકતી પણ નથી. 

આ વિડીયો જોઈને લોકો મીરા કપૂરને ઘમંડી કહેવા લાગ્યા છે. લોકો વિડીયો પર કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે મીરા કપૂર જરૂરિયાતમંદ બાળકોને ઇગ્નોર કરી રહી છે. આ વિડીયો પર રિએક્શન આપતા એક વ્યક્તિએ લખ્યું છે કે, આ ખૂબ જ ખરાબ કહેવાય.. બાળકની સામે જોયું પણ નહીં... અન્ય એક યુઝરે લખ્યું છે કેટલું ઘમંડ છે... જોકે કેટલાક લોકો મીરા કપૂરના સપોર્ટમાં પણ કોમેન્ટ કરી રહ્યા છે. આવા લોકોનું કહેવું છે કે મીરા કપૂર કોઈ જરૂરી કામ માટે નીકળી હશે અને ઉતાવળમાં હશે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news