Shah Rukh Khan ની પુત્રી Suhana આ ફિલ્મથી કરશે બોલીવુડમાં એન્ટ્રી! જુઓ હોટ લૂક

સુપરસ્ટાર Shah Rukh Khan ની પુત્રી Suhana Khan ક્યારે બોલીવુડમાં પોતાનો પ્રથમ પગ મુકશે તે જાણવા ફેન્સન લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. 

Shah Rukh Khan ની પુત્રી Suhana આ ફિલ્મથી કરશે બોલીવુડમાં એન્ટ્રી! જુઓ હોટ લૂક

નવી દિલ્લીઃ સુપરસ્ટાર Shah Rukh Khan ની પુત્રી Suhana Khan ક્યારે બોલીવુડમાં પોતાનો પ્રથમ પગ મુકશે તે જાણવા ફેન્સન લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની પુત્રી સુહાના ખાન (Suhana Khan) ક્યારે પોતાનો બોલિવુડ ડેબ્યુ કરશે તે સવાલ છેલ્લા ઘણા સમયથી ફેન્સ પુછી રહ્યા હતા. હવે એવું લાગે છે કે તે ખાસ સમય આવી ગયો છે જ્યારે સુહાના ખાન (Suhana Khan) પહેલી વખત દર્શકોની સામે કોઈ ફિલ્મમાં જોવા મળશે. જોયા અખતર (Zoya Akhtar) સુહાનાને લોન્ચ કરી શકે છે. 

No description available.

જોયા અખતર કરશે લોન્ચ:
જોયા 'ગલી બોય' (Gully Boy) અને 'જીંદગીના મિલેગી દોબારા' (Zindagi Na Milegi Dobara) જેવી ફિલ્મોનું નિર્દેશન કરી ચુકી છે. જોયા અખતર (Zoya Akhtar) ઈન્ટરનેશનલ કોમિક્સ આર્ચીના એડોપ્શનની ફિલ્મ તૈયાર કરશે જેમાં ઘણાં યંગ કલાકારોને એક સાથે કાસ્ટ કરવામાં આવશે. આ ફિલ્મને OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે.

શોર્ટ ફિલ્મમાં જોવા મળી હતી:
સુપર સ્ટાર શારૂખખાન (Shah Rukh Khan) ઘણા સમય પહેલા આ વાત જણાવી ચૂક્યા હતા કે તે પોતાના બાળકોને અભિનયની દુનિયામાં ત્યારે જ પગ મુકવા દેશે જ્યારે તે પોતાનો અભ્યા પૂર્ણ કરી લેશે. સુહાના ખાન (Suhana Khan) પોતાનો અભ્યા પૂર્ણ કરી ચુકી છે અને તે થોડા સમય પહેલા એક શોર્ટ ફિલ્મમાં પણ જોવા મળી હતી. તેની પહેલી ફિલ્મમાં તેનો રોલ કયો હશે તે જણાવું ખરેખર રસપ્રદ હશે. 

ઘણા ખુલાસા થશે:
જો કે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી વધુ જાણકારી હજુ સામે નથી આવ. ફિલ્મની કહાની અને તેમા કામ કરવાવાળા લીડ કલાકારો સહિતની મહિતી મળી નથી. આ બધા સવાલોનો જવાબ સમયની સાથે જ લોકો સામે આવશે. એટલું જરૂર છે કે લાંબા સમયથી ફેન્સ જેની રાહ જોઈ રહ્યા હતા તેનો હવે અંત આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news