શાહરુખ ખાનની ફિલ્મ Jawan ને કર્યો ધમાકો, પહેલા દિવસે શાહરુખની ફિલ્મે કરી ધાર્યા કરતાં પણ વધારે કમાણી

Jawan First Day Collection: શાહરુખ ખાનની ફિલ્મ જવાન રિલીઝ થઈ છે અને સાથે જ રેકોર્ડ બ્રેક કમાણી પણ થવા લાગી છે. શાહરુખની ફિલ્મ જવાને ફિલ્મ પઠાણનો પણ રેકોર્ડ તોડ્યો છે. આ ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન અને દર્શકોનો રિસ્પોન્સ જોઈ લાગે છે કે આ ફિલ્મ ગદર ફિલ્મનો રેકોર્ડ બ્રેક કરી દેશે.

શાહરુખ ખાનની ફિલ્મ Jawan ને કર્યો ધમાકો, પહેલા દિવસે શાહરુખની ફિલ્મે કરી ધાર્યા કરતાં પણ વધારે કમાણી

Jawan First Day Collection: શાહરુખ ખાનની ફિલ્મ જવાન એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. એ વાત તો કન્ફર્મ હતી કે આ ફિલ્મ પહેલા દિવસે બમ્પર કમાણી કરશે. પરંતુ પહેલા દિવસની કમાણી નો આંકડો કલ્પના કરતા પણ ઘણો વધારે હતો. ટ્રેન્ડ એનાલિસ્ટ તરણ આદર્શ અનુસાર શાહરુખ ખાનની ફિલ્મ જવાન એ પહેલાં દિવસે 30 કરોડથી વધારે ની કમાણી કરી છે. જેમાં pvr આઈનોક્સ માં 23 કરોડથી વધુ સીનેપોલીસમાં 5.90 કરોડથી વધારે ની કમાણી કરી છે. આ સિવાય મૂવી મેક્સમાં ફિલ્મની કમાણી 90 લાખે પહોંચી હતી.

આ પણ વાંચો:

એક વેબસાઈટ અનુસાર જવાન ફિલ્મની પહેલા દિવસની કમાઈ 75 કરોડ રહી છે. હિન્દીમાં આ ફિલ્મે 65 કરોડનો બિઝનેસ કર્યો છે. જ્યારે તમિલ અને તેલુગુ ભાષામાં 5-5 કરોડની કમાણી થઈ છે. આ સાથે જ શાહરુખ ખાનની ફિલ્મ પઠાણનો પણ પહેલા દિવસની કમાણીનો રેકોર્ડ તૂટી ગયો છે. પઠાણ ફિલ્મની પહેલા દિવસની કમાણી 59 કરોડ રૂપિયા હતી. 

શાહરુખ ખાનની ફિલ્મ જવાનને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જવાની ફિલ્મ લોકોને પસંદ પડી રહી છે. ફિલ્મ રિલીઝ થયા પછી સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો અને વિડીયો પણ સામે આવ્યા છે જેમાં શાહરુખ ખાનના ફેન્સ તેના પોસ્ટરને દૂધથી નવડાવતા અને ફટાકડા ફોડતા જોવા મળે છે. 

— Shah Rukh Khan (@iamsrk) September 7, 2023

ફિલ્મ જવાનમાં શાહરુખ ખાન, નયનતારા અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં છે. સાથે જ આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, સંજય દત્ત, સાનિયા મલ્હોત્રા, પ્રિયામણી સહિતના કલાકારો પણ જોવા મળે છે. ફિલ્મ જવાનને જે રિસ્પોન્સ મળી રહ્યો છે તેનાથી શાહરુખ ખાન પણ ખૂબ જ ખુશ છે. તેણે સોશિયલ મીડિયા પર જવાનને લઈને ફેન્સનો આભાર પણ માન્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news