Shah Rukh Khan ની પઠાણ ફિલ્મમાં છે આ 7 મોટી ભૂલ, ફરી એકવાર ધ્યાનથી જોજો આ ફિલ્મ
Shah Rukh Khan: ફિલ્મના એક સીનમાં પઠાણ એટલે કે શાહરૂખ ખાન અને જિમ યાની જોન અબ્રાહમ એકબીજાની સામે લડી રહ્યા હોય છે. ત્યારે શાહરૂખની હાઈટ જોનથી ઘણી ઓછી દેખાય છે. પરંતુ આગળના જ સીનમાં શાહરૂખ ખાન, જોન અબ્રાહમને કીક મારે છે તો તે અચાનક લાંબો થઈ જાય છે.
Trending Photos
Shah Rukh Khan Pathaan Movie: શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન બોક્સઓફિસ પર અનેક નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મ રિલિઝ થઈ તેના 5 દિવસમાં જ અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. ફિલ્મના એક્શન સીન અને VFXની ભરમાર છે. ભલે ફિલ્મ ઘણી ચાલી રહી હોય, પરંતુ અનેક મિસ્ટ્રેક એટલે કે ભૂલો થઈ છે. જે ધ્યાનથી જોવા પર જ ખબર પડશે. ત્યારે આવો જાણીએ એ સાત મોટી ભૂલો વિશે.
ભૂલ નંબર-1 (કેવી રીતે વધી હાઈટ?)
ફિલ્મના એક સીનમાં પઠાણ એટલે કે શાહરૂખ ખાન અને જિમ યાની જોન અબ્રાહમ એકબીજાની સામે લડી રહ્યા હોય છે. ત્યારે શાહરૂખની હાઈટ જોનથી ઘણી ઓછી દેખાય છે. પરંતુ આગળના જ સીનમાં શાહરૂખ ખાન, જોન અબ્રાહમને કીક મારે છે તો તે અચાનક લાંબો થઈ જાય છે.
ભૂલ નંબર-2 (ક્યાંથી આવ્યો બોમ્બ?)-
ફિલ્મના એક સીનમાં પઠાન એક ટ્રકની ઉપરથી ઉડતા નજરે પડે છે. ત્યારે તે બાઈક પર હોય છે અને તેના બન્ને હાથ બાઈકના હેન્ડલ પર હોય છે. પરંતુ આગળના જ સીનમાં શાહરૂખનો એક હાથ બાઈટથી હટી જાય છે અને તેના રાઈટ હેન્ડમાં બોમ્બ આવી જાય છે.
ભૂલ નંબર-3 (ક્યાં ગાયબ થઈ ગઈ ટ્રેન?)-
ફિલ્મના એક સીનમાં હેલિકોપ્ટરમાં આગ લાગી જાય છે અને તે ગોળ ગોળ ફરતું નીચે પડવા લાગે છે. ત્યારે સામેથી એક ટ્રેન રેલવે ટ્રેક પર આવતી દેખાય છે. જો કે, પછીના જ સીનમાં જ્યારે હેલિકોપ્ટર રેલ્વે ટ્રેક પર અથડાય છે, ત્યારે ટ્રેન ફ્રેમમાં ક્યાંય દેખાતી નથી.
ભૂલ નંબર-4 (અચાનક આટલો દૂર થઈ ગયો પઠાન?)-
ફિલ્મના એક સીનમાં જોન અબ્રાહમ અને શાહરૂખ ખાન બરફ પર બાઇક પર દોડાવતા જોવા મળે છે. જોન આગળ હોય છે અને શાહરૂખ પાછળ હોય છે. આ સીનમાં પહેલા તો બંને વચ્ચેનું અંતર ઘણું ઓછું છે. પરંતુ ત્યારપછીના સીનમાં જ્યારે જોન બોમ્બ ફેંકે છે, ત્યારે શાહરૂખ ખાન તેનાથી ઘણો દૂર જોવા મળે છે. આખરે અચાનક આ અંતર આટલું બધું કેવી રીતે વધી ગયું?
ભૂલ નંબર-5 (અચાનક ક્યાંથી આવ્યા આટલા લોકો?)-
ફિલ્મના એક સીનમાં શાહરૂખ ખાન ટ્રકની ઉપર ચડીને ગાર્ડને ગોળી મારે છે. જ્યારે શાહરૂખ તેને શૂટ કરે છે, ત્યારે ત્યાં બીજું કોઈ હોતું નથી, પરંતુ તેના પછીના સીનમાં વાદળી ગણવેશમાં કેટલાક ગાર્ડ્સ શાહરૂખની સામે તે ટ્રક પર દેખાય છે.
ભૂલ નંબર-6 (કેવી રીતે નજીક આવી ગયા પઠાન-જિમ?)-
ફિલ્મના એક સીનમાં પઠાણ એટલે કે શાહરૂખ અને જિમ એટલે કે જોન અબ્રાહમ એક ટ્રકની ઉપર સામસામે હોય છે. ત્યારે બંનેનું અંતર ખૂબ જ વધી જાય છે. પરંતુ પછીના જ શોટમાં બંને એક જ ફ્રેમમાં ખૂબ જ નજીક દેખાય છે. છેને ખરેખર કમાલની વાત?
ભૂલ નંબર-7 (હેલ્મેટ પછી પણ ન ફેંદાયા વાળ)-
પઠાણ ફિલ્મના એક સીનમાં જોન અબ્રાહમ એટલે કે જિમ પોતાનું હેલ્મેટ ઉતારતો જોવા મળે છે. લાંબા સમય સુધી હેલ્મેટ પહેર્યા પછી પણ જોનના વાળ જરા પણ ફેંદાયેલા નથી હોતા. જોન અબ્રાહમના વાળ એવા લાગે છે કે જાણે તેણે જેલ લગાવી હોય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે