''એક લડકી કો દેખા તો ઐસા લગા' ટીમે પ્રેમની આઝાદી સાથે ફિલ્મનું બીજું ટ્રેલર કર્યું રિલીઝ!

''એક લડકી કો દેખા તો ઐસા લગા'ના નિર્માતાઓએ ફિલ્મના બીજા ટ્રેલરને અનોખી રીતે લોન્ચ કર્યું છે. ટ્રેલર લોન્ચ ઇવેંટમાં ફિલ્મના મુખ્ય સ્ટાર કાસ્ટ અનિલ કપૂર, સોનમ કપૂર, રાજકુમાર રાવ, જૂહી ચાવલા સહિત નિર્દેશક શૈલી ચોપડા બધા સાથે અસામાન્ય એક્ટિવિટી કરતાં જોવા મળ્યા હતા. 

''એક લડકી કો દેખા તો ઐસા લગા' ટીમે પ્રેમની આઝાદી સાથે ફિલ્મનું બીજું ટ્રેલર કર્યું રિલીઝ!

મુંબઇ: ''એક લડકી કો દેખા તો ઐસા લગા'ના નિર્માતાઓએ ફિલ્મના બીજા ટ્રેલરને અનોખી રીતે લોન્ચ કર્યું છે. ટ્રેલર લોન્ચ ઇવેંટમાં ફિલ્મના મુખ્ય સ્ટાર કાસ્ટ અનિલ કપૂર, સોનમ કપૂર, રાજકુમાર રાવ, જૂહી ચાવલા સહિત નિર્દેશક શૈલી ચોપડા બધા સાથે અસામાન્ય એક્ટિવિટી કરતાં જોવા મળ્યા હતા. 

ફિલ્મનો સાહસિક સંદેશ જનતા સુધી પહોંચાડવા માટે ફિલ્મ ટીમે એક અસામાન્ય ગતિવિધિની રીત પસંદ કરી હતી. નિર્દેશક સહિત પુરી સ્ટાર કાસ્ટ એક કાચના બોક્સમાં બંધ જોવા મળી હતી. જે અહીં લગભગ એક મૂર્તિની માફક લાગી રહી હતી. સ્વિકૃતિના સાહસિક વિષય પર આધારિત અને બધી મુશ્કેલીઓને પાર કરીને આઝાદીની ભાવના સાથે કાચના બોક્સમાંથી બહાર આવવું, આ ફિલ્મની સાથે ખરેખર એક રસપ્રદ વિષય રજૂ કરવામાં આવશે.
ek-ladaki1

સમાજમાં રૂઢિચુસ્તતાને તોડવા માટે, સમાજ અને જીવનની બધી મુશ્કેલીઓ તોડીને પ્રેમને મુક્ત કરતાં નિર્માતાઓને આ અનોખો કાચના બોક્સનો આઇડિયા આવ્યો, જ્યાં એક કાચના બોક્સની અંદર બંધ ફિલ્મની સ્ટાર કાસ્ટ એક આકર્ષણનું કેંદ્વ બની ગઇ હતી. 

અભિનેત્રી સોનમ કપૂરે પોતાના આધિકારિક ઇંસ્ટાગ્રામ હેંડલ પર ટ્રેલરની જાહેરાત સાથે આ ગ્લાસની ગતિવિધિઓની એક તસવીર પોસ્ટ કરતાં લખ્યું, " #SetLoveFree with our second trailer. Link in bio @rajkummar_rao @anilskapoor @iamjuhichawla @vinodchoprafilms @FoxStarHindi @saregama_official #EkLadkiKoDekhaTohAisaLaga"

શૈલી ચોપડાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ''એક લડકી કો દેખા તો ઐસા લગા'ની જાહેરાત બાદથી ચર્ચામાં છવાયેલી છે. ફિલ્મના આ નવા ટ્રેલરમાં સોનમ કપૂરના સંઘર્ષથી રૂબરૂ કરાવવામાં આવ્યો છે. તે પોતાના પ્રેમ માટે પોતાના પરિવાર વિરૂદ્ધ લડતી જોવા મળી રહી છે. 

ફિલ્મ ''એક લડકી કો દેખા તો ઐસા લગા' ની સાથે પિતા-પુત્રીની જોડી અનિલ કપૂર-સોનમ કપૂર પહેલીવાર એકસાથે મોટા પડદા પર જોવા મળશે. ફિલ્મની અસમાન્ય અને અનોખી વાર્તાએ આ જોડીને એકસાથે લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. 
ek-ladaki2

ફિલ્મમાં અનિલ કપૂર, સોનમ કપૂર, રાજકુમાર રાવ અને જૂહી ચાવલા જેવા દમદાર કલાકારોની ટોળી જોવા મળશે. ''એક લડકી કો દેખા તો ઐસા લગા' ની વાર્તા ભારતમાં વિચિત્ર વાતચીતને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. એલજીબીટીક્યૂ સમુદાયનું પ્રતિનિધિત્વ ગેરદિલચસ્પ મુદ્દો રહ્યો છે અને ''એક લડકી કો દેખા તો ઐસા લગા' સાથે આ મહાન અવધારણા અને શિખામણ હશે જે બધા માતા-પિતા સાથે શેર કરી શકશે. ફોક્સ સ્ટાર સ્ટૂડિયો દ્વારા પ્રસ્તુત ''એક લડકી કો દેખા તો ઐસા લગા' વિધુ વિનોદ ચોપડા અને રાજકુમાર હિરાની દ્વારા નિર્મિત છે. શૈલી ચોપડા દ્વારા નિર્મિત આ ફિલ્મ 1 ફેબ્રુઆરી 2019ના રોજ રિલીજ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news