ડ્રગ્સ કેસમાં ફસાયેલી ટેલેન્ટ કંપની સાથે સલમાન ખાનનું કનેક્શન!
સુશાંત સિંહ રાજપૂત મર્ડર કેસની તપાસમાં ડ્રગ્સનો એંગલ ફિલ્મી હસ્તીઓને ઘેરતો જાય છે. તેમાં ઘણા ફિલ્મી કલાકારોના નામ સામે આવવા લાગ્યા છે. આ લિસ્ટમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહના નામ મુખ્યરૂપથી સામે આવી રહ્યા છે.
Trending Photos
મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત મર્ડર કેસની તપાસમાં ડ્રગ્સનો એંગલ ફિલ્મી હસ્તીઓને ઘેરતો જાય છે. તેમાં ઘણા ફિલ્મી કલાકારોના નામ સામે આવવા લાગ્યા છે. આ લિસ્ટમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહના નામ મુખ્યરૂપથી સામે આવી રહ્યા છે.
હવે સામે આવી રહેલા અહેવાલનું માની એતો આ યાદીમાં સલમાનનું નામ પણ જોડાતું દેખાઇ રહ્યું છે. જોકે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ડ્રગ્સ વિવાદમાં ફસાયેલી ક્વાન ટેલેન્ટ કંપનીમાં સલમાન ખાન (Salman Khan) ની કંપનીના શેર છે.
લીગલ ટીમનું નિવેદન
આ સમાચાર સામે આવતાં જ સોશિયલ મીડિયા પર હંગામો શરૂ થઇ ગયો છે. આ સમાચારો પર લગામ લગાવતાં સલમાન ખાનની લીગલ ટીમએ નિવેદન જાહેર કર્યું છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે 'મીડિયાનો એક ભાગ ખોટી રીતે રિપોર્ટ કરી રહ્યા છે.
અમારા ક્લાઇન્ટ સલમાન ખાનની KWAN ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી પ્રાઇવેટ લિમિટેડમાં બહુમત ભાગીદારી છે. આ સ્પષ્ટ કરવામાં આવે છે કે સલમાન ખાન્ની કોઇ પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપથી KWAN અથવા તેના ગ્રુપમાં કોઇ ભાગીદારી નથી. આ અનુરોધ કરવામાં આવે છે કે મીડિયા અમારા ક્લાઇન્ટ વિશે ખોટા સમાચાર પ્રકાશિત કરવાનું ટાળે.
સલમાન ખાન (Salman Khan) નું નામ સામે આવતાં દબંગ 3ના ડાયરેક્ટર નિખિલ દ્વીવેદીએ એક્ટરનો બચાવ કરતાં લખ્યું કે આ સમાચાર સંપૂર્ણ રીતે ખોટા, મનગઢંત અને ખોટા છે. સલમાન ખાન અથવા તેમની કોઇપણ સહયોગી કંપનીની ભાગીદાર ક્વાનમાં નથી. આ એક એવી જાણકારી છે જે આજના માહોલમાં સરળતાથી એકઠી કરી શકાય છે. દુખદ, શર્મનાક.'
તમને જણાવી દઇએ કે આ ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની ક્વાન સાથે જયા સાહા અને દિશા સાલિયાના પણ જોડાયેલી રહી હતી. આ કંપની સાથે દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ પણ જોડાયેલી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે