કરોડોની સંપત્તિનો જ નહીં પ્રાઈવેટ યાટનો છે માલિક Salman Khan, ઇનકમ જાણી ચોંકી ઉઠશો

'દિલ મેં સમજ આતે હૈ દિમાગ મે નહીં'. સલમાન ખાનનો (Salman Khan) આ ફેમસ ડાયલોગ છે. જો કે, પોતાની પર્સનલ લાઈફમાં (Personal Life) પણ તેઓ તેને ફોલો કરે છે. આ કારણ છે કે ફેન્સ તેમને પ્રેમથી લોકો ભાઈજાન કહે છે

કરોડોની સંપત્તિનો જ નહીં પ્રાઈવેટ યાટનો છે માલિક Salman Khan, ઇનકમ જાણી ચોંકી ઉઠશો

Salman Khan Has Own Private Yacht: 'દિલ મેં સમજ આતે હૈ દિમાગ મે નહીં'. સલમાન ખાનનો (Salman Khan) આ ફેમસ ડાયલોગ છે. જો કે, પોતાની પર્સનલ લાઈફમાં (Personal Life) પણ તેઓ તેને ફોલો કરે છે. આ કારણ છે કે ફેન્સ તેમને પ્રેમથી લોકો ભાઈજાન કહે છે. સલમાન ખાન ભલે દબંગના (Dabangg) નામથી ફેમસ છે પરંતુ તેમનું દિલ ખુબજ નરમ છે આ કારણથી તેઓ દરેકની મદદ માટે હમેશાં તૈયાર રહે છે. સલમાન પોતાના પરિવાર (Salman Family) સાથે રહેવાનું વધારે પસંદ કરે છે અને તેમનું જીવન ફક્ત તેમની ફેમેલી છે.

સલમાને (Salman Khan) ઈન્ડસ્ટ્રીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેઓ તેમની ફિલ્મોમાંથી જે પણ કમાય છે, તે તેનો એક મોટો ભાગ દાન કરે છે. એક રિપોર્ટ અનુસાર સલમાન લગભગ 1950 કરોડ રૂપિયાના માલિક છે.

સલમાન (Salman Khan) પાસે માત્ર એક આલિશાન ઘર, કાર, બાઇક જ નહીં, પરંતુ તેમનો પોતાનો પ્રાઈવેટ યાટ પણ છે, જેની કિંમત 3 કરોડ છે. સલમાનને બાઇક ચલાવવું પણ પસંદ છે. તેઓ કેટલીકવાર મુંબઈની શેરીઓમાં સાયકલ ચલાવતા પણ જોવા મળે છે. અભિનેતા પાસે 9 ગાડીઓ છે.

તમને જણાવી દઈએ કે, સલમાન ખાન (Salman Khan) તેની એક ફિલ્મ માટે 50 કરોડ સુધીનો ચાર્જ લગાવે છે. તાજેતરમાં સલમાનની ફિલ્મ રાધે રિલીઝ થઈ હતી જે લોકોને બહુ પસંદ નહોતી આવી. આ મૂવીમાં તેમની ઓપોઝિટ દિશા પટાણી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news