સલમાન ખાનના ઘરે વાગશે શરણાઈ, અબરાઝના થશે લગ્ન, જાણો કોણ છે દુલ્હન

સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનને લઈને ખુશખબર સામે આવી છે. અરબાઝ ખાન 24 ડિસેમ્બરે લગ્ન કરવાનો છે. લગ્નની તારીખ નક્કી છે. જાણો કોણ છે અરબાઝ ધાનની દુલ્હન અને કયાં થશે લગ્ન..

સલમાન ખાનના ઘરે વાગશે શરણાઈ, અબરાઝના થશે લગ્ન, જાણો કોણ છે દુલ્હન

નવી દિલ્હીઃ અરબાઝ ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા છે. અરબાઝ ખાન પોતાની દમદાર એક્ટિંગ અને સુપરહિટ પાત્રોથી લોકોના દિલમાં જગ્યા બનાવી છે. તો હવે સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનને લઈને એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ખાન પરિવારમાં કાલે શરણાઈ વાગવાની છે. અરબાઝ ખાન 24 ડિસેમ્બરે લગ્ન કરશે. લગ્નની તારીખ નક્કી છે. આ લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારજનો સામેલ થશે. સોશિયલ મીડિયા પર અભિનેતાના લગ્નના સમાચાર બાદ લોકોના મનમાં એક સવાલ છે કે આખરે અરબાઝ ખાનની થનારી પત્ની કોણ છે?

કોણ છે અરબાઝ ખાનની દુલ્હન?
અરબાઝ ખાનના લગ્નના સમાચાર સાભળી ફેન્સ તે જાણવા માટે આતૂર છે કે આખરે તેની દુલ્હન કોણ છે? નોંધનીય છે કે અરબાઝ ખાન-શૌરા ખાન સાથે લગ્ન કરશે. શૌરા ખાન એક પ્રોફેશનલ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ છે. શૌરા ખાન રવીના ટંડન અને તેની પુત્રી રાશાની પણ મેકઅપ આર્ટિસ્ટ છે. કાલ એટલે કે 24 ડિસેમ્બરે તે ખાન પરિવારની પુત્રવધૂ બનશે. 

અહીં થશે અરબાઝ ખાનના લગ્ન
એક્ટર અરબાઝ ખાન-શૌરા ખાનના લગ્નની વિધિ તેની બહેન અર્પિતના ઘર પર કાલે બપોરે શરૂ થશે. અરબાઝ ખાન-શૌરા ખાનના લગ્નમાં માત્ર બંને પરિવારજનો અને નજીકના મિત્રો સામેલ થશે. આ લગ્ન મુંબઈમાં થશે. અરબાઝ અને શૌરા ખાનની પ્રથમ મુલાકાત ફિલ્મ પટના શુક્લાના સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં અરબાઝ ખાન જોવા મળશે. 

અરબાઝ ખાન વિશે
અરબાઝે 1996માં ફિલ્મ દરારથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેણે વિલેનનો રોલ પ્લે કર્યો અને આ રોલ માટે ફિલ્મફેર પણ જીત્યો હતો. અરબાઝે પ્રાય કિયા તો ડરના ક્યા, હલચલ, ભાગમ ભાગ, જાને તૂ યા જાને ના, જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. 2012માં બદંગ 2થી અરબાઝે નિર્દેશન ક્ષેત્રમાં પગ મુક્યો હતો. અરબાઝ ખાન વેબ સિરીઝ તણાવમાં પણ જોવા મળી ચુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news