આગામી ફિલ્મ "બાઝાર"ના પ્રમોશન માટે સૈફ અલી ખાન બન્યો અમદાવાદનો મહેમાન
બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન અને રોહન મહેરા પોતાની આગામી ફિલ્મ "બાઝાર"ના પ્રમોશન અર્થે અમદાવાદના મહેમાન બન્યા હતા. ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે રોહન મહેરા, ચિત્રાંગદા સિંહ અને રાધિકા આપ્ટે પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે.
Trending Photos
અમદાવાદ: બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન અને રોહન મહેરા પોતાની આગામી ફિલ્મ "બાઝાર"ના પ્રમોશન અર્થે અમદાવાદના મહેમાન બન્યા હતા. બાઝાર ફિલ્મ બિઝનેસ ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે. જેના ડાયરેક્ટર ગૌરવ કે. ચાવલા છે અને નિખીલ અડવાણી, અસીમ અરોરા અને પરવેઝ શેખ દ્વારા લિખિત છે. ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે રોહન મહેરા, ચિત્રાંગદા સિંહ અને રાધિકા આપ્ટે પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે.
ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ આવેલાં સૈફ અલી ખાને જણાવ્યું કે, " આ ફિલ્મ એક બિઝનેસ ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે અને શેર બજારની પૃષ્ઠભૂમિ પર આધારિત એક અનોખી ફિલ્મ છે." એક્ટર રોહન મેહરા એ જણાવ્યું કે, "આ મારી ડેબ્યુટ ફિલ્મ છે, તેથી હું ઘણો ઉત્સાહિત છું. અનોખા કોન્સેપ્ટ સાથેની આ ફિલ્મ દર્શકોને જરૂરથી પસંદ પડશે તેથી તેવી હું આશા રાખું છું." રોહન મહેરાએ જણાવ્યું હતું કે `હું સ્ટાર કિડ હોવાને કારણે મને આ ફિલ્મમાં લેવામાં નથી આવ્યો, પરંતુ તેને માટે મેં ઘણી મહેનત અને સંઘર્ષ કર્યો છે.
મેં આ ફિલ્મ વિષે સાંભળ્યું હતું અને જ્યારે મને ખબર પડી કે નિખિલ સર (નિર્માતા નિખિલ અડવાણી) આ ફિલ્મ બનાવવાના છે તો મેં તેનું ઓડિશન આપવાનો વિચાર કર્યો. શરૂઆતમાં ફિલ્મમાં માત્ર પ્રસ્થાપિત કલાકારોને જ તક મળવાની હતી, પરંતુ નિખિલ સરને સમજાવવામાં હું સફળ રહ્યો હતો અને તેથી જ મને આ ફિલ્મ દ્વારા ડેબ્યુ કરવાનો મોકો મળ્યો.'
સૈફની આવી રહેલી ફિલ્મ બાઝાર શૅરબજારની વાતો રજૂ કરે છે જેમાં સૈફ અલી ખાને એક રુથલેસ ગુજરાતી વેપારીનો રોલ કર્યો છે જે પૈસા કમાવા માટે ગમે તેટલી હદે જવા તૈયાર હોય છે. સૈફે એવો દાવો કર્યો હતો કે ડાયરેક્ટર ગૈારવ ચોપરાએ આ ફિલ્મ બનાવવા પહેલાં ઘણું રિસર્ચ વર્ક કર્યું હતું અને શૅરબજારનો ઝીણવટપૂર્વક અભ્યાસ પણ કર્યો હતો એટલે ફિલ્મ વાસ્તવિક બની છે. શૅરબજારની ટર્મિનોલોજી અને સંવાદો અમારા માટે ખરેખર મુશ્કેલ હતા.
જો કે અમારી આખીય ટીમે બહુ મહેનત કરીને આ ફિલ્મ બનાવી હતી. હવે ઓડિયન્સના હાથમાં છે કે એમને આ ફિલ્મ કેવીક ગમે છે. મારા કેરિયરનો સૌથી બેસ્ટ રોલ છે. આ ફિલ્મમાં એક ગુજરાતી બિઝનેસમેનનો રોલ ભજવ્યો છે. એક ખતરનાક વ્યક્તિને જે સ્ટોક્સ ખરીદે છે કંપની ખરીદે વેચે છે. આ ફિલ્મ સ્ટોક માર્કેટ વિશે નથી પરંતુ પૈસા, પ્રેમ અને સાચા ખોટા વિશે છે. આ ફિલ્મમાં ડ્રામા સુસાઇડ અને થ્રિલર છે.
નવરાત્રીનો છેલ્લો દિવસ હોવાથી સૈફ અને રોહન બંને આજે અમદાવાદમાં ગરબાની મજા માણી હતી. આ ફિલ્મમાં તનિષ્ક બાગચી, યો યો હની સિંહ વગેરેએ પોતાનું મ્યુઝિક આપ્યું છે અને તે દર્શકોને ઘણું પસંદ પણ પડી રહ્યું છે. આ ફિલ્મ 26 ઓક્ટોબર, 2018- શુક્રવારના રોજ ભારતભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે