ન તો Aditya Chopra કે ન Bhushan Kumar, ભારતના સૌથી અમીર ફિલ્મ પ્રોડ્યુસરની નેટવર્થ છે 12,800 કરોડને પાર!

Richest Film Producers: રિપોર્ટ્સ અનુસાર, ભારતના સૌથી ધનિક ફિલ્મ નિર્માતાની કુલ સંપત્તિ 12800 કરોડથી વધુ છે. ચોંકાવનારી વાત એ છે કે આ વ્યક્તિ ન તો ભૂષણ કુમાર છે, ન તો આદિત્ય ચોપરા છે કે ન તો સાજિદ નડિયાદવાલા.. તો આવો, અહીં જાણીએ કે ભારતના સૌથી ધનિક ફિલ્મ પ્રોડ્યુસર કોણ છે.
 

ન તો Aditya Chopra કે ન Bhushan Kumar, ભારતના સૌથી અમીર ફિલ્મ પ્રોડ્યુસરની નેટવર્થ છે 12,800 કરોડને પાર!

India's Richest Film Producer Net Worth: એક ફિલ્મ બનાવવા માટે ઘણી તગડી રકમ લાગે છે, આ વાતને કોઈપણ રીતે નકારી શકાય નહીં. પછી ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી કરે કે નહીં. પરંતુ તે તો ખુબ સ્પષ્ટ છે કે ફિલ્મ પ્રોડ્યુસર ખૂબ જ અમીર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી અમીર પ્રોડ્યુસર કોણ છે. જો તમે ભૂષણ કુમાર, આદિત્ય ચોપરા, સાજિદ નડિયાદવાલા કે ટી-સિરીઝના કરણ જોહરનું નામ વિચાર્યું હોય તો તમને જણાવી દઈએ દઈએ કે તમે બિલકુલ ખોટું વિચારી રહ્યા છો. ભારતના સૌથી ધનિક ફિલ્મ નિર્માતા રોની સ્ક્રૂવાલા (Ronnie Screwala) છે.

રોની સ્ક્રુવાલાની નેટવર્થ 12800 કરોડને પાર!
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ નિર્માતા રોની સ્ક્રૂવાલા ભારતના સૌથી અમીર ફિલ્મ પ્રોડ્યુસર છે. જેની નેટવર્થ લગભગ $1.55 બિલિયન એટલે કે અંદાજે 12,800 કરોડ રૂપિયા છે. રોની સ્ક્રુવાલા 2 પ્રોડક્શન કંપનીઓ UTV અને RSVP મૂવીઝના માલિક છે. સાજિદ નડિયાદવાલા, ભૂષણ કુમાર, કરણ જોહર, એકતા કપૂર, શાહરૂખ ખાન પણ ભારતના અમીર નિર્માતાઓની યાદીમાં ઘણા પાછળ છે.

No description available.

ટુથબ્રશ બનાવીને શરૂ કર્યું હતું કરિયર!
રિપોર્ટ્સ અનુસાર રોની સ્ક્રુવાલા ભારતના સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી લોકોમાંના એક છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ફિલ્મ નિર્માતાએ 70 ના દાયકામાં ટૂથબ્રશ ઉત્પાદક તરીકે તેની કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે 1981માં ટીવી કેબલનો બિઝનેસ શરૂ કર્યો, જેને મનોરંજન ઉદ્યોગમાં તેમનું પ્રથમ પગલું માનવામાં આવે છે. રોનીએ 37 હજારના ખર્ચે UTV બનાવ્યું, જ્યાં ઘણા ટીવી શો અને ફિલ્મોનું નિર્માણ થયું. સ્વદેશ, જોધા અકબર, ફેશન, બરફી, ચેન્નાઈ એક્સપ્રેસ જેવી ઘણી ફિલ્મો યુટીવી હેઠળ બની હતી. અહેવાલો અનુસાર, રોનીએ વર્ષ 2012માં તેની કંપનીના શેર ડિઝનીને અબજો ડોલરમાં વેચ્યા હતા. ત્યારબાદ રોનીએ વર્ષ 2014માં આરએસવીપી પ્રોડક્શન હાઉસની રચના કરી, જેમાં ઉરી, કેદારનાથ જેવી ઘણી ફિલ્મો બની.

ભારતના 10 સૌથી અમીર ફિલ્મ પ્રોડ્યુસર
રિપોર્ટ્સનું માનીએ તો આદિત્ય ચોપરાનું નામ રોની સ્ક્રુવાલા પછી બીજા નંબરે આવે છે. સમાચાર અનુસાર, આદિત્ય ચોપરાની નેટવર્થ 7500 કરોડ છે. ત્યારબાદ ત્રીજા નંબર પર Erosના અર્જન અને કિશોરનું નામ છે, જેની નેટવર્થ 7400 કરોડ છે. તે પછી ચોથા પર 1700 કરોડની નેટવર્થ સાથે કરણ જોહર છે, પાંચમા નંબર પર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન (1600 કરોડની નેટવર્થ), પછી આમિર ખાન (1500 કરોડની નેટવર્થ) છે. આ પછી, અન્ય નિર્માતા સાજિદ નડિયાદવાલા, ભૂષણ કુમાર અને એકતા કપૂર એક હજાર કરોડથી વધુની સંપત્તિ સાથે સૌથી ધનિક નિર્માતાઓની યાદીમાં સામેલ છે..

આ પણ વાંચો:
તથ્ય પટેલ જેવા વધુ એક નબીરાએ અકસ્માત સર્જયો, મણિનગરમાં દારૂ પીને ગાડી હંકારી
Tomato Price: બસ હવે આટલા દિવસ જોઈ લો રાહ, આ દિવસથી મળશે 30 રૂપિયે કિલો ટમેટા

મારી ડ્યુટી પૂરી, હુ પ્લેન નહિ ઉડાડું : પાયલોટની હઠને કારણે રાજકોટથી ફ્લાઈટ ન ઉડી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news