વધુ એક મોટો ખુલાસો! રિયા ચક્રવર્તીએ મુંબઇમાં ખરીદ્યો હતો જે ફ્લેટ, તેના પૈસા ક્યાંથી આવ્યા?

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં મોટી જાણકારી સામે આવી રહી છે. જેમાં રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) દ્વારા ખરીદવામાં આવેલા ફ્લેટ વિશે જાણવા મળ્યું છે. આ ફ્લેટની કિંમત 76 લાખ રૂપિયા, જે રિયા ચક્રવર્તીના નામે રજિસ્ટર્ડ છે. 

વધુ એક મોટો ખુલાસો! રિયા ચક્રવર્તીએ મુંબઇમાં ખરીદ્યો હતો જે ફ્લેટ, તેના પૈસા ક્યાંથી આવ્યા?

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં મોટી જાણકારી સામે આવી રહી છે. જેમાં રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) દ્વારા ખરીદવામાં આવેલા ફ્લેટ વિશે જાણવા મળ્યું છે. આ ફ્લેટની કિંમત 76 લાખ રૂપિયા, જે રિયા ચક્રવર્તીના નામે રજિસ્ટર્ડ છે. 

રિયા ચક્રવર્તીએ 28 મે 2018ના રોજ આ ફ્લેટ ખરીદ્યો હતો, જે મુંબઇ (Mumbai) ના ખાર ઇસ્ટમાં છે. તેની રજિસ્ટ્રી ડ્યૂટી તરીકે 3.80 લાખ રૂપિયા ભરવામાં આવ્યા હતા. આ ફ્લેટ 354 વર્ગ ફૂટનો છે. રિયા ચક્રવર્તીએ આ ફ્લેટ ખાર ઇસ્ટના ગુલમોર એવન્યૂ (Gulmohar Avenue)માં ખરીદ્યો હતો. જે ચોથા માળે છે. આ ફ્લેટને લઇને પણ રિયા ચક્રવર્તી સાથે પૂછપરછ થઇ શકે છે.

આ પહેલાં ગુરૂવારે સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા સહિત 6 લોકો પર સીબીઆઇ (CBI)એ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. કેસમાં રિયા ઉપરાંત તેના પરિવારના લોકો અને સુશાંતના બિઝનેસ મેનેજરનું પણ નામ છે. એટલું જ નહી, બિહારમાં સુશાંતના પિતા કે કે સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલા આધાર પર ઇડી (Enforcement Directorate) પણ રિયા સાથે પૂછપરછ કરશે. જેમાં સુશાંત સિંહ રાજપૂતના બેંક એકાઉન્ટમાંથી પૈસાનો હિસાબ કિતાબ થશે. 

તો બીજી તરફ બીએમસીએ શુક્રવારે બિહારના આઇપીએસ વિનય તિવારીને કોરોન્ટાઇન ખતમ કર્યું. વિનય રિવારી એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના કેસની તપાસ કરવા માટે બિહારથી મુંબઇ પહોંચ્યા હતા. 

તમને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટએ આઇપીએસ વિનય તિવારીને કોરોન્ટાઇન કરવા પર સખત ટિપ્પણી કરી હતી, ત્યારબાદ આજે તેમનું કોરોન્ટાઇન ખતમ કરવામાં આવ્યું. 

એસપી વિનય તિવારી મુંબઇથી પટના માટે સાંજે 5:30 વાગે ફ્લાઇટથી રવાના થશે. બીએમસીએ મેસેજ દ્વારા વિનય તિવારીને તેમના કોરોન્ટાઇન ખતમ થવાની સૂચના આપી. સાથે જ બીએમસીએ આ આદેશની કોપી બિહાર પોલીસ હેડક્વાર્ટરને પણ મોકલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news