સુશાંત મૃત્યુના ગણતરીના કલાકો પહેલા 13મી જૂને મળ્યો હતો રિયાને? ચોંકાવનારી વાત સામે આવી

રિયા ચક્રવર્તીના વકીલ સતીષ માનશિંદેએ કહ્યું કે હવે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરીશું જેમણે રિયા વિરુદ્ધ ખોટી વાતો ફેલાવીને તેને બદનામ કરી. 

સુશાંત મૃત્યુના ગણતરીના કલાકો પહેલા 13મી જૂને મળ્યો હતો રિયાને? ચોંકાવનારી વાત સામે આવી

મુંબઈ: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મૃત્યુનું કોકડું હજું પણ ગૂંચવાયેલું છે. દિવંગત અભિનેતાના મૃત્યુને હવે 4 મહિના પૂરા થઈ રહ્યા છે. પરંતુ હજુ મોત એક પહેલી બની રહ્યું છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં તાજેતરમાં એક નવો જ વળાંક આવી ગયો હતો. જેમાં એક પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો હતો કે તેણે સુશાંત સિંહ રાજપૂતને 13 જૂનની રાતે (મોતના એક દિવસ પહેલા) રિયા ચક્રવર્તી (Reha Chakraborty) સાથે જોયો હતો. દાવો કરાયો હતો કે મૃત્યુની આગલી રાતે દિવંગત અભિનેતા તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને તેના ઘરે મૂકવા ગયો હતો. 

હવે રિયા ચક્રવર્તીના વકીલ સતીષ માનશિંદેએ આ મામલે પોતાની વાત રજુ કરી છે. હાલમાં જ રિયા ચક્રવર્તીને નારકોટિક્સ મામલે મુંબઈ હાઈકોર્ટે જામીન આપ્યા છે. ત્યારબાદ રિયા ચક્રવર્તી 7 ઓક્ટોબરે જેલમાંથી બહાર આવી. 28 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ રિયા ચક્રવર્તીના વકીલ સતીષ માનશિંદેએ તાજુ નિવેદન બહાર પાડીને કહ્યું કે હવે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરીશું જેમણે રિયા વિરુદ્ધ ખોટી વાતો ફેલાવીને તેને બદનામ કરી. સતીષ માનશિંદેએ કહ્યું કે મેં પહેલા પણ કહ્યું હતું કે જેવી રિયા જામીન પર બહાર આવશે કે અમે એ લોકો સામે કાર્યવાહી કરીશું જેમણે ફક્ત 2 મિનિટની ઈલેક્ટ્રોનિક મીડિયાની ચમકમાં આવ્યા બાદ તેને બદનામ કરી અને તેની કરિયર તબાહ કરવામાં મોટી ભૂમિકા ભજવી. 

सुशांत और रिया की आखिरी मुलाकात पर बोले वकील सतीश मानशिंदे, बताया क्या है 13 जून की रात का सच !!

સતીષ માનશિંદેએ કહ્યું કે "આવી જ એક વ્યક્તિ રિયા ચક્રવર્તીની પાડોસી ડિમ્પલ થવાણી હતી. જેણે દાવો કર્યો હતો કે તે સુશાંતની ફેન છે અને તેને લાગે છે કે ગત જનમમાં તે સુશાંતની મિત્ર હતી. તેનો દાવો છે કે કોઈએ તેને જણાવ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂત 13 જૂનની રાતે રિયાને ઘરે મૂકવા આવ્યો હતો."

સતીષ માનશિંદેએ આગળ કહ્યું કે આ ફેને ખોટી અફવા ફેલાવી હતી. જે એક મીડિયા સર્કસનો ભાગ હતી. તે સુશાંત સિંહ રાજપૂતને જાણનારા લોકો વચ્ચે લાઈમલાઈટ મેળવવા માંગતી હતી. તેનું નિવેદન સીબીઆઈએ આજે નોંધ્યું છે અને તેણે પોતાના નિવેદનમાં શું કહ્યું છે તે જાણીને તમને ખુબ ખુશી થશે. હું તમામ પ્રમાણિક પત્રકારોને વિનંતી કરું છું કે તેઓ ત્યાં જાય અને તેમને પૂછે કે તેણે પોતાના નિવેદનમાં શું કહ્યું છે. સત્યમેવ જયતે!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news