BIG BREAKING: ડ્રગ્સ કેસમાં રિયાની ધરપકડ, મેડિકલ માટે લઇ જશે NCB ટીમ

સુશાંત સિંહ રાજપૂતના મોત સંબંધિત ડ્રગ્સ કનેક્શનને લઇને રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. સતત ત્રીજા દિવસે રિયાની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ રિયાની ધરપકડ કરવામાં આવી છે

BIG BREAKING: ડ્રગ્સ કેસમાં રિયાની ધરપકડ, મેડિકલ માટે લઇ જશે NCB ટીમ

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતના મોત સંબંધિત ડ્રગ્સ કનેક્શનને લઇને રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. સતત ત્રીજા દિવસે રિયાની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ રિયાની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ હવે રિયાને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. રિયાનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. રિયાના ભાઇ શોવિક અને સુશાંતના સ્ટાફ મેનેજર સેમ્યુઅલ મિરાંડા પહેલાથી NCBની કસ્ટડીમાં છે. આજે રિયાની શોવિક અને મિરાંડા સામે બેસી પૂછપરછ કરવામાં આવી છે.

— ANI (@ANI) September 8, 2020

રિયા ચક્રવર્તીનો મેડીકલ ટેસ્ટ સાંજે 4.30 વાગ્યાની આસપાસ થશે. ડ્રગ્સ કેસમાં NCB છેલ્લા ત્રણ દિવસમાં લગભગ 30 કલાક પૂછપરછ કરી હતી. પૂછપરછમાં રિયાએ આ વાત સ્વિકારી હતી કે તે સુશાંતને ડ્રગ્સ આપતી હતી સાથે જ તે ડ્રગ્સ લેતી હતી. તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતના મોતને 86 દિવસ બાદ રિયાની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મામલામાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા નારકોટિક્સ બ્યૂરો (NCB) ની ટીમે પોતાનું ડોઝિયર તૈયાર કરી લીધું છે. આ ડોઝિયરમાં આશરે 25 બોલીવુડ સેલિબ્રિટીના પણ નામ છે, જેનો ખુલાસો રિયા ચક્રવર્તીની પાસેથી મળેલા ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી થયો છે. એનસીબીએ આ ડોઝિયરમાં કાર્ટેલ એ, કાર્ટેલ બી, સીના ભાગમાં આ બોલીવુડ સેલિબ્રિટીના નામ સામે આવ્યા છે. NCBની સામે તેમાંથી કેટલાક નામોનો ખુલાસો શોવિક અને રિયા ચક્રવર્તીએ કર્યો છે. 

સૂત્રો પ્રમાણે, તો એનસીબીએ ડ્રગ્સ પેડલર પાસેથી જે ઇલેક્ટ્રોનિક ડિવાઇઝ જપ્ત કરી હતી તેમાં ઘણા બોલીવુડ કનેક્શન સામે આવ્યા છે. ત્યારબાદ એનસીબીની એસઆઈટી ટીમે ડોઝિયર તૈયાર કર્યું છે. હવે એનસીબી તરફથી જલદી આ બધાને સમન મોકલવામાં આવશે અને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. હજુ આ લિસ્ટને એનસીબીના વરિષ્ઠ અધિકારીઓને મોકલવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news