IPL Team Preview: કેપ્ટન બદલ્યો, શું બદલાશે ટીમનું ભાગ્ય? જાણો પંજાબની તાકાત અને નબળાઈ

 કિંગ્સ ઇલેવન પંજાબ  (KXIP)ને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ટેલેન્ટેડ ક્રિકેટરોની હાજરીવાળી ફ્લોપ ટીમનો દરજ્જો આપવામાં આવે છે. આઈપીએલની માત્ર બે સીઝન છોડીને ક્યારેય ટીમ મેચ વિજેતાની જેમ રમતી જોવા મળી નથી. 

IPL Team Preview: કેપ્ટન બદલ્યો, શું બદલાશે ટીમનું ભાગ્ય? જાણો પંજાબની તાકાત અને નબળાઈ

નવી દિલ્હીઃ કિંગ્સ ઇલેવન પંજાબ  (KXIP)ને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ટેલેન્ટેડ ક્રિકેટરોની હાજરીવાળી ફ્લોપ ટીમનો દરજ્જો આપવામાં આવે છે. આઈપીએલની માત્ર બે સીઝન છોડીને ક્યારેય ટીમ મેચ વિજેતાની જેમ રમતી જોવા મળી નથી. પરંતુ આ વખતે ટીમમાં જોવા મળી રહેલા યુવા ક્રિકેટરોના સંગમથી લાગે છે કે કંઈ નવું પરિણામ આવશે.

કેવી રહી અત્યાર સુધીની સફર
કિંગ્સ ઇલેવનની ટીમે આઈપીએલની પ્રથમ સીઝનમાં સેમિફાઇનલ સુધી પહોંચીને ધમાકેદાર શરૂઆત કરી, પરંતુ ત્યારબાદ તે ફ્લોપ રહી. ટીમને દરેક સીઝનમાં પોતાના મેનેજમેન્ટમાં બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટાની હાજરીને કારણે સરળતાથી સ્ટાર એટ્રેક્શન મળતું રહ્યું છે, પરંતુ માત્ર એક 2014ની સીઝનમાં ફાઇનલ રમવાને છોડી દો તો કિંગ્સ ઇલેવન માટે 5મા સ્થાનથી આગળ વધવું મુશ્કેલ લાગે છે. અત્યાર સુધી કિંગ્સના ખાતામાં 176 મેચમાં 80 જીત અને 94 હાર નોંધાયેલી છે. પરંતુ કિંગ્સ પોતાની બંન્ને ટાઇ મેચ જીતવામાં સફળ રહી છે. તેની જીતની ટકાવારી 46.02 ટકા છે. 

આના પર રહેશે બેટિંગનો દારોમદાર
કિંગ્સ ઇલેવન પંજાબને સૌથી મોટી આશા તો ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પાસેથી રહેશે, જેને આ સીઝનમાં ટીમે 10.75 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને ખરીદ્યો છે. મેક્સવેલ પાછલા વર્ષે માનસિક સ્વાસ્થ્ય ખરાબ થવાને કારણે હટી ગયો હતો. પરંતુ આ 31 વર્ષીય વિસ્ફોટક ખેલાડી પર ટીમનો મોટો દારોમદાર રહેશે. મેક્સવેલે અત્યાર સુધી આઈપીએલની 69 મેચમાં રન તો 1397 બનાવ્યા છે, પરંતુ તેની સ્ટ્રાઇક રેટ 161.13ની છે. જે કોઈપમ બોલિંગ એટેકને ધ્વસ્ત કરી શકે છે. 

મેક્સવેલ બાદ ટીમના કેપ્ટન કેએલ રાહુલનો નંબર છે, જે છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દમદાર પ્રદર્શન કરી રહ્યો છે. રાહુલે 67 મેચમાં 1977 રન બનાવ્યા છે. ટી20 ક્રિકેટના બાદશાહ ક્રિસ ગેલ પણ આ ટીમમાં છે, પરંતુ 125 મેચમાં 151.02ની સ્ટ્રાઇક રેટથી 4484 રન બનાવી ચુકેલા ગેલનું ફોર્મ કેવું છે તે જોવાનું રહેશે. 77 મેચમાં 1266 રન બનાવી ચુકેલ મયંક અગ્રવાલ, આ વખતે ડોમેસ્ટિકમાં દમદાર પ્રદર્શન કરનાર સરફરાઝ ખાન, મનદીપ સિંહ અને કરૂણ નાયર બેટથી ટીમની આશાના કેન્દ્રમાં રહેશે. 

બોલિંગ આ ખેલાડી સંભાળશે કમાન
બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જોવામાં આવે તો બધાની નજર વેસ્ટ ઈન્ડિઝના બોલર શેલ્ડન કોટરેલ પર રહેશે. પોતાની બેઝ પ્રાઇઝથી આશરે 17 ગણી વધુ રકમ મેળવનાર કોટરેલ આ વર્ષે આઈપીએલમાં પોતાનું પર્દાપણ કરી શકે છે. ટીમની બોલિંગનો મુખ્ય સૂત્રધાર મોહમ્મદ શમી રહેશે. ફાસ્ટ બોલિંગમાં તેનો સાથ આપવા માટે ઓલરાઉન્ડર જિમી નીશામ અને આફ્રિકાનો હેરડસ વિલઝોન અને ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડન પણ હાજર છે. 

સ્પિન બોલિંગની જવાબદારી 22 મેચમાં 12 વિકેટ ઝડપનાર ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમ, મુરૂગન અશ્વિન અને અફઘાનિસ્તાનના મુઝીબ ઉર રહમાન પર રહેશે. પરંતુ બધાની નજર યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈ પર રહેશે, જેને પણ મોટી રકમ આપીને ખરીદવામાં આવ્યો છે. 

હરાજીમાં કર્યો મોટો ખર્ચ
કિંગ્સ ઇલેવનના મેનેજમેન્ટે ટીમને મજબૂત બનાવવા માટે હરાજીમાં ખેલાડીઓ પર મોટો ખર્ચ કર્યો છે. મેક્સવેલ માટે 10.75 કરોડ તો કોટરેલ માટે 8.5 કરોડ રૂપિયાની રકમ ટીમે લગાવી છે. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડનને ત્રણ કરોડમાં ખરીદ્યો છે. પરંતુ અન્ડર-19 વિશ્વકપના સ્ટાર રવિ બિશ્નોઈને 2 કરોડ રૂપિયા આપીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

આ સિવાય દીપક હુડ્ડા અને જિમી નીશામ માટે 50-50 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. પ્રભસિમરન સિંહને 55 લાખ તો ઇસાન પોરેલ અને તેજિંદર ઢિલ્લોને 20-20 લાખ રૂપિયામાં લેવામાં આવ્યા છે. ગૌતમ અને સુચિને પણ ટીમે બીજીવાર ખરીદ્યા છે. ટીમે કુલ 9 ક્રિકેટરો લેવા માટે પોતાના પર્સમાંથી 26.20 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 

કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન), કરૂણ નાયર, મનદીપ સિંહ, મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, સરફરાઝ ખાન, ક્રિસ ગેલ, દર્શન નાલકંડે, હરપ્રીત બ્રાર, કૃષ્ણપ્પા ગૌતમ, અર્શદીપ સિંહ, હાર્ડસ વિઝ્લોન, જે સુચિથ, મોહમ્મદ શમી, મુઝીબ ઉર રહેમાન, મુર્ગન અશ્વિન, ગ્લેન મેક્સવેલ, શેલ્ડન કોટ્રેલ, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઇ, પ્રભસિમરન સિંઘ, દીપક હૂડા, જેમ્સ નીશમ, તાજિંદર ધિલ્લોન અને ઇશાન પોરેલ.

આ છે પંજાબની ટીમનો સંપૂર્ણ કાર્યક્રમ
 

  તારીખ વિરુદ્ધ સમય મેદાન
1 20 સપ્ટેમ્બર 2020 દિલ્હી કેપિટલ્સ સાંજે 7:30 વાગ્યે દુબઈ
2 24 સપ્ટેમ્બર 2020 રોયલ ચાલેંજર્સ બેંગ્લોર સાંજે 7:30 વાગ્યે દુબઈ
3 27 સપ્ટેમ્બર 2020 રાજસ્થાન રોયલ્સ સાંજે 7:30 વાગ્યે શારજાહ
4 1 ઓક્ટોબર 2020 મુંબઇ ઇન્ડિયન્સ સાંજે 7:30 વાગ્યે અબુ ધાબી
5 4 ઓક્ટોબર 2020 ચેન્નઈ સુપર કિંગ્સ સાંજે 7:30 વાગ્યે દુબઈ
6 8 ઓક્ટોબર 2020 સનરાઇઝર્સ હૈદરાબાદ સાંજે 7:30 વાગ્યે દુબઈ
7 10 ઓક્ટોબર 2020 કોલકાતા નાઇટ રાઇડર્સ બપોરે 3:30 વાગ્યે અબુ ધાબી
8 15 ઓક્ટોબર 2020 રોયલ ચાલેંજર્સ બેંગ્લોર સાંજે 7:30 વાગ્યે શારજાહ
9 18 ઓક્ટોબર 2020 મુંબઇ ઇન્ડિયન્સ સાંજે 7:30 વાગ્યે દુબઈ
10 20 ઓક્ટોબર 2020 દિલ્હી કેપિટલ્સ સાંજે 7:30 વાગ્યે દુબઈ
11 24 ઓક્ટોબર 2020 સનરાઇજર્સ હૈદરાબાદ સાંજે 7:30 વાગ્યે દુબઈ
12 26 ઓક્ટોબર 2020 કોલકાતા નાઇટ રાઇડર્સ સાંજે 7:30 વાગ્યે શારજાહ
13 30 ઓક્ટોબર 2020 રાજસ્થાન રોયલ્સ સાંજે 7:30 વાગ્યે અબુ ધાબી
14 1 નવેમ્બર 2020 ચેન્નઈ સુપર કિંગ્સ બપોરે 3:30 વાગ્યે અબુ ધાબી

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news