દિગ્ગજ અભિનેત્રીએ પોતાની 'ગંદી આદતો' વિશે કર્યો હતો એવો ખુલાસો!, જાણીને હક્કાબક્કા રહી જશો

લેજન્ડ અભિનેત્રીની ફિલ્મી કરિયર ટોપ ક્લાસની રહી પરંતુ તેમની પર્સનલ લાઈફ ખુબ ઉતાર ચડાવવાળી રહી . અભિનેત્રી જ્યારે એકવાર સિમી ગરેવાલના ઈન્ટરવ્યુ શોમાં પહોંચ્યા તો ત્યારે તેમણે પોતાના જીવનના અનેક વણઉકેલ્યા રહસ્યો ખોલ્યા હતા. જેમણે ફેન્સને શોક કરી દીધા હતા.

દિગ્ગજ અભિનેત્રીએ પોતાની 'ગંદી આદતો' વિશે કર્યો હતો એવો ખુલાસો!, જાણીને હક્કાબક્કા રહી જશો

Rekha and Amitabh Bachchan Movies: બોલીવુડના લેજન્ડ અને એવરગ્રીન અભિનેત્રીમાં જેની ગણતરી થાય છે તે રેખાએ ફક્ત 13 વર્ષની ઉંમર ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. રેખાએ પોતાની કરિયરની શરૂઆત સાઉથની ફિલ્મોમાં બાળકલાકાર તરીકે કરી હતી. ત્યારબાદ હિન્દી ફિલ્મોમાં આવી ગયા. 1970માં રેખાની પહેલી ફિલ્મ સાવન ભાદો રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બાદથી જ રેખા 70-80 ના દાયકામાં હિન્દી ફિલ્મોની જાન બની ગયા. 

જ્યારે રેખાએ દારૂ પીવાની આદતનો કર્યો હતો ખુલાસો
લેજન્ડ અભિનેત્રી રેખાની ફિલ્મી કરિયર ટોપ ક્લાસની રહી પરંતુ તેમની પર્સનલ લાઈફ ખુબ ઉતાર ચડાવવાળી રહી . રેખા જ્યારે એકવાર સિમી ગરેવાલના ઈન્ટરવ્યુ શોમાં પહોંચી તો ત્યારે તેમણે પોતાના જીવનના અનેક વણઉકેલ્યા રહસ્યો ખોલ્યા હતા. જેમણે ફેન્સને શોક કરી દીધા હતા. એન્ટરટેઈન્મેન્ટ રિપોર્ટ્સ મુજબ રેખાને જ્યારે સિમીએ સવાલ કર્યો કે લોકોએ ક્યારેય તેમના દારૂ પીવા વિશે સાંભળ્યું નથી. ત્યારે રેખાએ જવાબ આપ્યો હતો કે 'તેઓ નિશ્ચિત પણે દારૂ પીવે છે અને નિશ્ચિત પણે ડ્રગ્સ પણ લે છે. તેઓ ખુબ ઈમ્પ્યોર છે, તેઓ વાસનાથી ભરેલા છે.'

અમિતાભ સાથેના સંબંધ પર રેખાએ કહી હતી વાત
અમિતાભ બચ્ચન અને રેખાના સંબંધને લઈને અત્યાર સુધી જેટલી પણ ગોસિપ થાય છે એવું કહેવાય છે કે ફિલ્મ 'દો અનજાને' ના સેટ પર રેખા અને અમિતાભ પહેલીવાર મળ્યા હતા અને પછી બંનેનો પ્રેમ વધ્યો હતો. સિમી ગરેવાલના શોમાં જ્યારે રેખાને અમિતાભ સાથેના સંબંધ અંગે સવાલ કરાયો તો અભિનેત્રીએ કહ્યું કે 'મને અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ, મહિલા-પુરુષ કે બાળક મળ્યા નથી જે મદદ કરી શકે પરંતુ સંપૂર્ણ રીતે તેમના પ્રેમમાં પડી શકીએ છીએ. તો પછી મારે કેમ તેનાથી બહાર રહેવું જોઈએ. હું કઈ વાતથી ઈન્કાર કરી રહી છું. શું હું તેમના પ્રેમમાં નથી. બિલકુલ છું.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news