લગ્ન પહેલા રણવીર સિંહની પીઠી ચોળેલી તસ્વીરો થઇ રહી છે VIRAL

દીપિકા પાદુકોણના ઘરની પુજાની તસ્વીરો સામે આવ્યા બાદ રણવીરની તસ્વીરો પણ સામે આવી છે

લગ્ન પહેલા રણવીર સિંહની પીઠી ચોળેલી તસ્વીરો થઇ રહી છે VIRAL

નવી દિલ્હી : બોલિવુડ અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ દીવાળી બાદ લગ્નના બંધનમાં બંધાશે. તે અગાઉ તેમના લગ્નના વિવિધ રિવાજો ચાલુ થઇ ચુક્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર રણવીર સિંહની પીઠી ચોલેલી તસ્વીરો આવી છે. તેમાં રણવીરના ગાલ પર પીઠી ચોળેલી તસ્વીરો સામે આવી છે. તેમાં રણવીરના ગાલ પર પીઠી દેખાઇ રહી છે. સફેદ કુર્તામાં બાજીરાવ પોતાનાં પરિવારજનો સાથે ખુબ જ ખુશ જોવા મળ્યા છે. 

માનવ મંગલાની ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર રહેલી તસ્વીરમાં રણવીર સિંહ પોતાના કોઇ પ્રિયજનની સાથે સેલ્ફી ક્લિક કરાવતા જોવા મળી રહ્યા છે. આ શુભ પ્રસંગે રણવીરના ઘરે ફુલોના બંદનવરથી સજાયેલું છે. આ એક્ટરના માથા પર ચાંડલો જોવા મળી રહ્યો છે. સાથે જ તેમના ગાલો પર પીઠી ચોળેલી જોઇ શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રણવીર અને દીપિકાના લગ્નની તસ્વીરો સામે આવતી રહે છે. 

દીપિકાના લગ્નન પહેલાની પુજાની તસ્વીરો સામે આવી હતી. જેમાં દીપિકા પાદુકોણ અને તેનો પરિવાર પુજા કરતો જોઇ શકાય છે. ત્યાર બાદ રણબીર સિંહની પીઠી ચોળેલી તસ્વીરો સામે આવી છે જે હાલ સોશિયલ મીડિયા પર ખાસ્સી વાઇરલ થઇ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news