Ramayan: રામાયણના સેટ પર જાણી જોઈને 'લક્ષ્મણ'ને કરાવવામાં આવતો હતો ગુસ્સો, જાણો શાં માટે?
શું તમે જાણો છો કે રામાનંદ સાગર પોતાના દરેક પાત્રને કેમેરામાં ઉતારતા પહેલા એક ખાસ તરકીબ અપનાવતા હતા. રામાનંદ સાગરની રામાયણના લક્ષ્મણ એટલે કે સુનીલ લહેરીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સેટ પર શુટિંગ પહેલા તેમને ડાયરેક્ટર જાણી જોઈને ભડકાવતા હતા.
Trending Photos
Ramanand Sagar and Sunil Lahri: રામાનંદ સાગરે 37 વર્ષ પહેલા પૌરાણિક ધારાવાહિક રામાયણ બનાવી હતી. મહાકાવ્યા રામાયણ પર આધારિત આ ધારાવાહિકના તમામ કલાકાર ઘરે ઘરે પ્રખ્યાત થઈ ગયા હતા. પ્રભુ શ્રી રામના પાત્રમાં અરુણ ગોવિલનું હાસ્ય, માતા સીતાના સ્વરૂપમાં દીપિકા ચિખલીયાનિી સાદગી, અને લક્ષ્મણ તરીકે સુનીલ લહેરીનો ગુસ્સો અને તેવર દર્શકોને ખુબ પસંદ પડ્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે રામાનંદ સાગર પોતાના દરેક પાત્રને કેમેરામાં ઉતારતા પહેલા એક ખાસ તરકીબ અપનાવતા હતા. રામાનંદ સાગરની રામાયણના લક્ષ્મણ એટલે કે સુનીલ લહેરીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સેટ પર શુટિંગ પહેલા તેમને ડાયરેક્ટર જાણી જોઈને ભડકાવતા હતા.
શૂટ પહેલા લક્ષ્મણને ગુસ્સો અપાવવામાં આવતો!
સુનીલ લહેરીએ પોતાના એક જૂના ઈન્ટરવ્યુમાં રામાયણના સેટ સંલગ્ન એક કિસ્સો શેર કર્યો હતો. સુનીલ લહેરીએ જણાવ્યું હતું કે રામાનંદ સાગર પોતાના કામને ખુબ પ્રેમ કરતા હતા અને આવામાં તેમને લંચ અને ડિનરનું પણ ધ્યાન રહેતું નહતું. પરંતુ હું એવો નહતો, હું ટાઈમસર ભોજન કરતો હતો અને જો કોઈ દિવસ મોડું થાય તો મને ગુસ્સો આવી જતો હતો અને આ ગુસ્સાનો ઉપયોગ રામાનંદ સાગર મારા રોલ માટે કરતા હતા. સુનીલનું કહેવું હતું કે મને દરેક શુટ પહેલા જાણી જોઈને ગુસ્સે કરાવવામાં આવતો હતો અને પછી રામાનંદ સાગર મને તે ગુસ્સાને રોલમાં ઉપયોગ કરવાનું કહેતા હતા.
લક્ષ્મણનું પાત્ર હિટ
રિપોર્ટ્સ મુજબ સુનીલ લહેરીએ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ લક્ષ્મણનું પાત્ર હિટ થવાના મોટા કારણોમાંથી એક હતું. રિપોર્ટ્સનું માનીએ તો રામાનંદ સાગરની રામાયણમાં લક્ષ્મણ માટે સુનીલ લહેરી પહેલી પસંદ નહતા. એવું કહેવાય છે કે લક્ષ્મણ માટે પહેલા રામાનંદ સાગરે સંજય જોગને ઓફર મૂકી હતી. પરંતુ સંજય જોગ ત્યારે કેટલાક પર્સનલ કારણોને લીધે શોને આટલો સમય આપી શકે તેમ નહતા. ત્યારે તેમને ભરતનું પાત્ર આપવામાં આવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે