Shravan Rathod ના મૃતદેહ આપવાનો હોસ્પિટલે કર્યો ઇનકાર, કારણ જાણીને ચોંકી જશો
બોલિવૂડના દિગ્ગજ સંગીતકાર શ્રવણકુમાર રાઠોડનો (Shravan Kumar Rathod) મૃતદેહ આપવાનો મુંબઈની (Mumbai) રહેજા હોસ્પિટલે (Raheja Hospital) ઇનકાર કરી દીધો છે
Trending Photos
મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ સંગીતકાર શ્રવણકુમાર રાઠોડનો (Shravan Kumar Rathod) મૃતદેહ આપવાનો મુંબઈની (Mumbai) રહેજા હોસ્પિટલે (Raheja Hospital) ઇનકાર કરી દીધો છે. જ્યારે હોસ્પિટલના વહીવટીતંત્રને આ નિર્ણયના કારણ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેઓએ ચોંકાવનારા જવાબ આપ્યા.
10 લાખ રૂપિયાનું બિલ બન્યું કારણ
કેઆરકે બોક્સ ઓફિસ ઇન્ડિયાએ પોતાના ટ્વીટમાં દાવો કર્યો છે કે, હોસ્પિટલે શ્રાવણકુમાર રાઠોડનો મૃતદેહ તેના પરિવારના સભ્યોને 10 લાખ રૂપિયાનું બિલ જમા નહીં કરવા બદલ આપવાની ના પાડી હતી. આ વાત પણ સામે આવી છે કે, રાઠોડના નામે એક હેલ્થ પોલિસી છે, તેના અંતર્ગત આખું બિલ વીમા કંપની જમા કરશે. પરંતુ હોસ્પિટલના વહીવટીતંત્રે એડવાન્સમાં બિલ જમા કરાવાની જીદ કરી છે. જો કે, હજી સુધી આ અંગે શ્રવણ કુમાર રાઠોડના પરિવારનું કોઈ નિવેદન બહાર આવ્યું નથી.
Music Composer Sharavan Rathod deadbody is kept on hold for around ₹10 lakh Bill.
S L Raheja hospital asked family to pay ₹10 lakh Bill in advance despite having Insurance Policy. Shravan rothod is covered under Religare insurance. pic.twitter.com/GkW3TvXRKA
— KRKBOXOFFICE (@KRKBoxOffice) April 23, 2021
કોરોનાના કારણે થયું સંગીતકારનું મોત
તમને જણાવી દઈએ કે શ્રાવણકુમાર રાઠોડનું ગુરુવારે સાંજે કોરોના વાયરસને કારણે અવસાન થયું હતું. તાજેતરમાં જ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન શ્રવણ વેન્ટિલેટર સપોર્ટ પર પણ હતા. પરંતુ 66 વર્ષની ઉંમરે તેમણે વિશ્વને અલવિદા કહ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજીવ રાઠોડ, પત્ની અને શ્રવણ કુમાર રાઠોડનો પુત્ર પણ કોરોના પોઝિટિવ છે, જેની હોસ્પિટલમાં જ સારવાર ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે