ના હોય! 'પુષ્પા 2' માં 'શ્રીવલ્લી'નું થઈ જશે મોત! આખરે આ લવ સ્ટોરીની શું છે હકીકત?

ફિલ્મ પુષ્પાના નિર્માતા વાય. રવિ શંકરે શ્રીવલ્લીની ભૂમિકાના મોતના સમાચાર વિશે વાત કરતા જણાવ્યું હતું કે ફિલ્મના બીજા ભાગમાં આવું કંઈ થવાનું નથી. પહેલાની જેમ પુષ્પા 2માં પણ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની જોડી લીડ રોલમાં જોવા મળશે.

ના હોય! 'પુષ્પા 2' માં 'શ્રીવલ્લી'નું થઈ જશે મોત! આખરે આ લવ સ્ટોરીની શું છે હકીકત?

મુંબઈ: સાઉથની એક્શન ફિલ્મોની હાલ ચારેબાજુ બોલબોલા છે. જ્યારથી સાઉથની પુષ્પા ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી સોશિયલ મીડિયાથી લઈને ચારેબાજુ નાનાથી માંડી મોટા સુધી પુષ્પાનો ફીવર માથે ચઢ્યો હતો. પુષ્પા - ધ રાઇઝની અપાર સફળતા બાદ ચાહકો આતુરતાથી ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. તે દરમિયાન, ફિલ્મ પુષ્પાની હિરોઈન શ્રીવલ્લી વિશે એવા અહેવાલો મળ્યા હતા કે તે પુષ્પા 2 માં મૃત્યુ પામશે. ત્યારબાદ ફેન્સમાં ભારે નારાજગી જોવા મળી હતી. ચાહકોની આવી પ્રતિક્રિયા જોઈને ફિલ્મના નિર્માતાઓએ હવે મૌન તોડ્યું છે અને સોશિયલ મીડિયા પર ઉડતા આ સમાચારોની સત્યતા વિશે માહિતી આપી છે.

ફિલ્મ પુષ્પાના નિર્માતા વાય. રવિ શંકરે શ્રીવલ્લીની ભૂમિકાના મોતના સમાચાર વિશે વાત કરતા જણાવ્યું હતું કે ફિલ્મના બીજા ભાગમાં આવું કંઈ થવાનું નથી. પહેલાની જેમ પુષ્પા 2માં પણ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની જોડી લીડ રોલમાં જોવા મળશે. તેમણે જણાવ્યું, "આ બધુ બકવાસ છે. અમે અત્યાર સુધી કહાની સાંભળી નહોતી, તેથી એવું કંઈ નથી, અને આ બધી અટકળો છે. હાલના સમયે લોકો તે ફિલ્મ પર કંઈપણ લખે છે, જેના વિશે કોઈને કંઈ ખબર નથી, તેથી જ દર્શકો તેના પર વિશ્વાસ કરે છે. આવા સમાચાર અન્ય વેબસાઇટ્સ અને ટીવી ચેનલો દ્વારા પણ ફેલાવવામાં આવે છે, પરંતુ તે ખોટા સમાચાર છે. આ સાથે રવિશંકરે રશ્મિકાની પાર્ટ 2માં હોવાની પુષ્ટિ કરી હતી.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sukumar B (@aryasukku)

ટૂંક સમયમાં શરૂ થશે ફિલ્મનું શૂટિંગ 
પુષ્પાના નિર્માતાઓએ પણ ફિલ્મના શૂટિંગ અંગે અપડેટ આપ્યું અને જણાવ્યું કે પુષ્પા-ધ રૂલનું શૂટિંગ આ વર્ષે ઓગસ્ટના પહેલા સપ્તાહથી શરૂ થશે. ફિલ્મના દિગ્દર્શક સુકુમાર આગામી વર્ષે એટલે કે 2023માં થિયેટરોમાં પુષ્પા - ધ રૂલ રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sukumar B (@aryasukku)

જણાવી દઈએ કે ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઈઝ' ગત 17 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અલ્લુ અર્જુન 'પુષ્પરાજ'ના રોલમાં હતો, જે લાલ ચંદનનો દાણચોરી કરે છે, જ્યારે રશ્મિકાએ તેની લેડી લવ 'શ્રીવલ્લી'ની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે દક્ષિણની સાથે સાથે હિન્દી બેલ્ટમાં પણ ઘણી કમાણી કરી હતી અને 100 કરોડનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news