19 વર્ષ બાદ મોટા પડદે જોવા મળશે આ જોડી, 20 સપ્ટેમ્બરે રિલીઝ થશે ફિલ્મ

19 વર્ષ બાદ સંજય દત્ત અને જૈકી શ્રોફ 'પ્રસ્થાનમ'માં એકસાથે વાપસી કરી રહ્યા છે અને આટલા લાંબા સમય બાદ તેમને એકસાથે મોટા પડદે જોવા દર્શકો માટે ખુશીનો અવસર રહેશે. ફિલ્મના ટ્રેલરમાં એક રાજકીય પરિદ્વશ્યમાં વારસા માટે લડાઇની કહાણીને દર્શાવવામાં આવી છે અને ટ્રેલરમાં સંજય દત્ત જે એક રાજકીય પાર્ટીના નેતાના રૂપમાં પ્રતીત થઇ રહ્યા છે, તેમના વિરૂદ્ધ લોકો છે અને જૈકી શ્રોફ તેમાંથી એક છે, જે તેમની સાથે ફેસ-ઓફની સ્થિતિમાં છે. પરંતુ ટ્રેલરના ક્લાઇમેક્સે આપણને અધવચ્ચે છોડી દીધા છે કે રાજકીય પાર્ટી માટે તેમની પછી નેતાનું સિંહાસન આખરે કોને મળશે.
19 વર્ષ બાદ મોટા પડદે જોવા મળશે આ જોડી, 20 સપ્ટેમ્બરે રિલીઝ થશે ફિલ્મ

મુંબઇ: 19 વર્ષ બાદ સંજય દત્ત અને જૈકી શ્રોફ 'પ્રસ્થાનમ'માં એકસાથે વાપસી કરી રહ્યા છે અને આટલા લાંબા સમય બાદ તેમને એકસાથે મોટા પડદે જોવા દર્શકો માટે ખુશીનો અવસર રહેશે. ફિલ્મના ટ્રેલરમાં એક રાજકીય પરિદ્વશ્યમાં વારસા માટે લડાઇની કહાણીને દર્શાવવામાં આવી છે અને ટ્રેલરમાં સંજય દત્ત જે એક રાજકીય પાર્ટીના નેતાના રૂપમાં પ્રતીત થઇ રહ્યા છે, તેમના વિરૂદ્ધ લોકો છે અને જૈકી શ્રોફ તેમાંથી એક છે, જે તેમની સાથે ફેસ-ઓફની સ્થિતિમાં છે. પરંતુ ટ્રેલરના ક્લાઇમેક્સે આપણને અધવચ્ચે છોડી દીધા છે કે રાજકીય પાર્ટી માટે તેમની પછી નેતાનું સિંહાસન આખરે કોને મળશે.

દર્શકો દ્વારા આ જોડીને ફિલ્મ ખલનાયક અને મિશન કાશ્મીરમાં એકદમ પસંદ કરવામાં આવી હતી અને હવે જ્યારે તે ફરી એકસાથે ફરી પાછા ફરી રહ્યા છે તો પ્રશંસકોનો ઉત્સાહ ચરમ સીમા પર છે જે ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. કબીર સિંહની માફક, જે એક કલ્ટ ફિલ્મ હતી, પ્રસ્થાનમ પણ પોતાની કહાનીની સાથે મોટાપાયે દર્શકોને આકર્ષિત કરવા માટે તૈયાર છે. રસપ્રદ વાત એ છે કે દક્ષિણ ભારતીય ફિલ્મ અને હિંદી રીમેક બંને ફિલ્મ નિર્દેશક દેવ કટ્ટા છે કારણ કે નિર્માતા હિંદી વર્જનમાં હિલ્મની પ્રમાણિકતાને યથાવત રાખવા માંગે છે, એટલા માટે તેમણે મૂળ નિર્દેશકને સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. 

લખનઉમાં એક સમકાલીન રાજકીય પરિવાર પર સ્થાપિત, ''પ્રસ્થાનમ''માં ધર્મ, નૈતિકતા, ઇચ્છા, સત્ય અને અસત્ય જેવા જટિલ પ્રશ્નોના જવાબ આપવામાં આવશે. અલી ફજલ ફિલ્મમાં સંજય દત્તના પુત્રની ભૂમિકા ભજવી રહ્યો છે, જે તેમના વાંછિત ઉત્તરાધિકારી છે, જ્યારે અન્ય મહત્વપૂર્ણ ભૂમિકામાં જૈકી શ્રોફ, ચંકી પાંડે, સત્યજીત દુબે, મનીષા કોઇરાલા અને અમાયરા દસ્તૂર જોવા મળશે. ''પ્રસ્થાનમ''નું નિર્માણ સંજય દત્તની પત્ની માન્યતા દત્તે કર્યું છે અને ફિલ્મ 20 સપ્ટેમ્બર 2019ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news