Pornography Case: મુંબઇ ક્રાઈમ બ્રાન્ચને શિલ્પા શેટ્ટી પર શંકા, એક્ટ્રેસના બેન્ક ટ્રાન્જેક્શન્સની કરશે તપાસ

પોર્નોગ્રાફી કેસની આંચ ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાથી (Raj Kundra) થઈને તેની પત્ની અને બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) સુધી પહોંચી ગઈ છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે મુંબઈ ક્રાઇમ બ્રાંચ (Mumbai Crime Branch) જલદી જ શિલ્પા શેટ્ટીના બેંક ખાતાઓની તપાસ કરશે

Pornography Case: મુંબઇ ક્રાઈમ બ્રાન્ચને શિલ્પા શેટ્ટી પર શંકા, એક્ટ્રેસના બેન્ક ટ્રાન્જેક્શન્સની કરશે તપાસ

મુંબઇ: પોર્નોગ્રાફી કેસની આંચ ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાથી (Raj Kundra) થઈને તેની પત્ની અને બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) સુધી પહોંચી ગઈ છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે મુંબઈ ક્રાઇમ બ્રાંચ (Mumbai Crime Branch) જલદી જ શિલ્પા શેટ્ટીના બેંક ખાતાઓની તપાસ કરશે. પોલીસને શંકા છે કે એપ સબ્સ્ક્રિપ્શનમાંથી મળેલા પૈસા પણ શિલ્પાના બેંક ખાતામાં જ રાખવામાં આવ્યા છે.

શિલ્પા શેટ્ટીનું સ્ટેટમેન્ટ કર્યું રેકોર્ડ
હકીકતમાં થોડા કલાકો પહેલા મુંબઈ ક્રાઇમ બ્રાંચની ટીમ પોર્ન ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરાયેલા ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાને (Raj Kundra) લઈને જુહુમાં શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) ઘરે દરોડા પાડવા પહોંચી છે. આ દરોડા હજુ પણ ચાલુ છે. સૂત્રોએ જણાવ્યું છે કે આ સમયે મુંબઇ ક્રાઈમ બ્રાંચ શિલ્પા શેટ્ટીનું નિવેદન નોંધી રહી છે. ક્રાઈમ બ્રાંચ એ જાણવા માંગે છે કે શિલ્પા શેટ્ટી શા માટે ડિસેમ્બર 2020 માં VIAAN ઇન્ડસ્ટ્રીઝમાંથી બહાર નીકળી હતી.

રાજ કુન્દ્રાનું HotShot કનેક્શન
તપાસમાં ખુલાસો થયો છે કે, રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી ફિલ્મ્સ શૂટ કરાવ્યા બાદ ડિજિટલ પ્લેટફોર્મ HotShot ને લાખો રૂપિયામાં વેચી દેતો હતો. આ કામ કરવા માટે કુન્દ્રા અને તેની ટીમે ખાસ પદ્ધતિ બનાવી હતી, જેને દરરોજ નવા વોટ્સએપ ગ્રુપ દ્વારા એક્ઝીક્યૂટ કરવામાં આવતું હતું. ZEE NEWS ને કેટલાક આવા જ વોટ્સએપ ગ્રપુની જાણકારી મળી છે, જેમાં આર્ટિસ્ટના નામની સાથે ન્યૂડ કરી સેવ કર્યું જોવા મળી રહ્યું છે. એટલે કે તે ન્યૂડ સીન કરવા સાથે સંકળાયેલ હોઈ શકે છે. આ વોટ્સએપ ચેટમાં જે આર્ટિસ્ટને જોડવામાં આવતા હતા, તેના નામ પણ ન્યૂડ આર્ટિસ્ટ તરીકે સેવ કરવામાં આવતું હતું.

પોલીસને ઓનલાઇન બેટિંગની શંકા
મુંબઇ ક્રાઈમ બ્રાંચને (Mumbai Crime Branch) શંકા છે કે પોર્નોગ્રાફીના પૈસા રાજ કુન્દ્રાએ (Raj Kundra) ઓનલાઈન બેટિંગમાં વાપર્યા છે. ક્રાઈમ બ્રાન્ચે કોર્ટને જણાવ્યું હતું કે, તેમને શંકા છે કે પોર્નોગ્રાફીથી મળેલી મોટી રકમનો ઉપયોગ ઓનલાઈન બેટિંગમાં કરવામાં આવતો હતો. યસ બેન્કથી યૂનાઈટેડ બેન્ક ઓફ આફ્રિકાના એકાઉન્ટમાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો થયા છે, જેનો ઉપયોગ આ ઓનલાઈન બેટિંગમાં કરવામાં આવ્યો હતો.

કુન્દ્રાના લેપટોપમાંથી મળી 51 એડલ્ટ મૂવી
ક્રાઈમ બ્રાંચે કહ્યું, 'અત્યાર સુધી અમે રાજ કુન્દ્રાના (Raj Kundra) લેપટોપને કબજે કરી લીધું છે અને અમારી પાસે મહત્વપૂર્ણ ડેટા મળ્યો છે, જેની તપાસ કરવાની છે. અમે અત્યાર સુધીમાં 48 ટીબી ડેટા પાછો મેળવ્યો છે. લેપટોપમાં 51 એડલ્ટ મૂવી મળી. પોલીસે વિઆન ઈન્ડસ્ટ્રીઝના એકાઉન્ટન્ટનું નિવેદન નોંધ્યું છે. આ નિવેદન મુજબ, 4000 થી 10000 પાઉન્ડ દર મહિને ખર્ચવામાં આવતા હતા અને દરેક બિલ વાઉચર રાજ કુન્દ્રાને પહોંચાડવામાં આવતા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news