જીવે છે પૂનમ પાંડે, અભિનેત્રીએ પોતે Video શેર કરીને શું કહ્યું તે ખાસ જાણો
Watch Video: મિસ્ટ્રી પરથી પડદો ઉઠી ગયો છે. અભિનેત્રીએ પોતે જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તહેલકો મચાવી દીધો અને કહ્યું કે તે જીવિત છે.
Trending Photos
એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટે ગઈકાલથી જે હંગામો મચાવ્યો હતો અને પૂનમ પાંડેના નિધનની ખબર એક રહસ્ય બની ગયું હતું. પૂનમ પાંડેના મોતના ખબર 2 ફેબ્રુઆરીએ સવારે આવ્યા હતા. તેની મેનેજમેન્ટ ટીમે આ વાતની જાહેરાત કરી હતી કે અભિનેત્રીનું મોત થયું છે. જેનું કારણ સર્વાઈકલ કેન્સર હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેના અંતિમ સંસ્કારના કોઈ જ સમાચાર ન આવતા રહસ્ય ગૂંચવાયું હતું. પરંતુ હવે આ હવે આ મિસ્ટ્રી પરથી પડદો ઉઠી ગયો છે. અભિનેત્રીએ પોતે જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તહેલકો મચાવી દીધો અને કહ્યું કે તે જીવિત છે.
હેમખેમ છે પૂનમ પાંડે
ઈન્સ્ટાગ્રામ પર પૂનમ પાંડેએ પોતાનો વીડિયો શેર કર્યો છે તેમાં તે સંપૂર્ણ સ્વસ્થ બેઠેલી જોવા મળે છે. અભિનેત્રીએ કહ્યું કે હું જીવતી છું, સર્વાઈકલ કેન્સરના કારણે મારું મોત થયું નથી. દુર્ભાગ્યપણે હું એ હજારો મહિલાઓ માટે એ નથી કહી શકતી જેમણે સર્વાઈકલ કેન્સર સામે જંગ લડીને પોતાના જીવ ગુમાવ્યા છે. તેઓ તેના વિશે કશું કરી શકી નહીં કારણ કે તેમને કદાચ તેના વિશે માહિતી નહતી. હું તમને એ જણાવવા માંગુ છું કે કોઈ બીજા કેન્સરથી ઉલટુ સર્વાઈકલ કેન્સરે હરાવવું શક્ય છે. તમારે બસ તમારા ટેસ્ટ કરાવવાના છે અને એચપીવી રસી લગાવવાની છે.
પૂનમ પાંડેનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર એકવાર ફરીથી હંગામો મચી ગયો છે. અભિનેત્રી ખુબ ટ્રોલ થઈ રહી છે. પોતાના મોતનું ખોટું નાટક કરવા બદલ પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પર માફી માંગી છે. તેણે પોતાની એજ્સી HAUTERRFLY ના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરાયેલા વીડિયોમાં ફેન્સ અને સોશિયલ મીડિયા યૂઝર્સની માફી માંગતા પૂનમ પાંડે કહે છે કે તેણે આ બધુ સર્વાઈકલ કેન્સર અંગે જાગૃતતા ફેલાવવા માટે કર્યું હતું.
પૂનમે પોતે ફેલાવી નિધનની ખોટી ખબર
પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરાઈ હતી. તેમાં કહેવાયું હતું કે પૂનમ પાંડેનું નિધન થયું છે જેનું કારણ સર્વાઈકલ કેન્સર છે. જેની સામે તે છેલ્લા કેટલાક સમયથી ઝઝૂમી રહી હતી. ત્યારબાદ ઈન્ટરનેટ પર હંગામો મચી ગયો હતો. યૂઝર્સ માટે એ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની રહ્યો હતો. તેમનું કહેવું હતું કે આ ફેક સમાચાર છે. પૂનમ પાંડેના મેનેજરનું કહેવું હતું કે આ સાચા સમાચાર છે અને તેમને અભિનેત્રીના પરિવારથી મળેલા ખબર છે. તે કેન્સરનો યુપીના હોમટાઉનથી ઈલાજ કરાવતી હતી અને ત્યાં મોત થયું છે.
ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ હતી. પૂનમ પાંડેના નીકટના લોકો માટે એ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો હતો કે અભિનેત્રી હવે આ દુનિયામાં નથી. પૂનમ પાંડેનો પરિવાર પણ ગાયબ હતો અને તેના બોડીગાર્ડને પણ તેની બીમારી અને મોતનો અંદાજો નહતો.
હવે આ મિસ્ટ્રી કહો કે ડ્રામા...તેનો અંત આવી ગયો છે. પૂનમ પાંડે જીવિત છે. સોશિયલ મીડિયા યૂઝર્સનો અંદાજો સાચો નીકળ્યો. તેણે સર્વાઈકલ કેન્સરને લઈને જાગૃતતા ફેલાવવા માટે પોતાના મોતની ખોટી અફવા ફેલાવી હતી. હવે આ સત્ય પરથી પડદો ઉઠી ગયો છે. પૂનમનો વિવાદ સાથે જૂનો નાતો છે. હવે આ સમગ્ર મામલે પૂનમ સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે