આદિપુરુષ ફિલ્મના આ 7 ડાયલોગ પર ફાટી નીકળ્યો લોકોનો ગુસ્સો, સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં

Adipurush Dialogue Controversy: આદિપુરુષ ફિલ્મના ડાયલોગ્સ પર પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. દર્શકોનું કહેવું છે કે એક્ટિંગ તો સારી છે પરંતુ ફિલ્મમાં વીએફએક્સ અને ડાયલોગ નિરાશાજનક છે. તેમાં પણ ફિલ્મના સાત ડાયલોગ એવા છે જેના પર લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે.

આદિપુરુષ ફિલ્મના આ 7 ડાયલોગ પર ફાટી નીકળ્યો લોકોનો ગુસ્સો, સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં

Adipurush Dialogue Controversy: આદિપુરુષ ફિલ્મ થઈ છે અને સાથે જ વિવાદોનો પીટારો ખોલી લીધો છે. ફિલ્મ રિલીઝ થયાની સાથે જ જે લોકો પહેલા દિવસે જ ફિલ્મ જોઈ આવ્યા હતા તેઓ સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. મોટાભાગના લોકોનું રિએક્શન ફિલ્મને લઈને ખરાબ છે. લોકો ફિલ્મ મેકર્સ પર ગુસ્સો ઉતારી રહ્યા છે. જેનું કારણ છે આદિપુરુષ ફિલ્મના છપરી જેવા ડાયલોગ. જોકે કેટલાક લોકો એવા પણ છે જે ફિલ્મમાં કૃતિ અને પ્રભાસના કામના વખાણ પણ કરી રહ્યા છે પરંતુ તેમના મનમાં પણ ફિલ્મના ડાયલોગને લઈને પ્રશ્ન જરૂરથી છે. 

આ પણ વાંચો: 

જે પણ લોકો ફિલ્મ જોઈ ચૂક્યા છે તેઓ આ ફિલ્મને મોડર્ન રામાયણ કહી રહ્યા છે. સાથે જ ફિલ્મના ડાયલોગ્સ પર પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. દર્શકોનું કહેવું છે કે એક્ટિંગ તો સારી છે પરંતુ ફિલ્મમાં વીએફએક્સ અને ડાયલોગ નિરાશાજનક છે. તેમાં પણ ફિલ્મના સાત ડાયલોગ એવા છે જેના પર લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. 

આદિપુરુષ ફિલ્મના 7 સૌથી છપરી ડાયલોગ

1. ફિલ્મ એક સીનમાં ઇન્દ્રજીત બજરંગ બલી ને પૂંછમાં આગ લગાડે છે અને ત્યારબાદ બોલે છે, "જલીના ? અબ ઔર જલેગી... બેચારા જિસકી જલતી હૈ વહી જાનતા હૈ "

2. આ સિવાય એક સીનમાં બજરંગ બલી ઈન્દ્રજીત ને કહે છે, "કપડા તેરે બાપ કા.. આગ તેરે બાપ કી... તેલ તેરે બાપ કા ઔર જલેગી ભી તેરે બાપ કી... "

3. જ્યારે બજરંગ બલી અશોક વાટિકામાં પહોંચે છે ત્યારે રાવણનો એક રાક્ષસ હનુમાનજીને કહે છે કે, " તેરી દુઆ કા બગીચા હે જો હવા ખાને ચલા આયા "

4. એક સીનમાં બજરંગ બલી એવો ડાયલોગ બોલે છે કે, "જો હમારી બહેનો કો હાથ લગાયેગા ઉનકી લંકા લગા દેંગે... "

5. યુદ્ધના સીનમાં લક્ષ્મણ પર વાર કરીને ઇન્દ્રજીત બોલે છે, "મેરે એક સપોલેને તુમ્હારે શેષનાગ કો લંબા કર દિયા... અભી તો પુરા પિટારા ભરા પડા હૈ."

6. રાવણને સમજાવતી વખતે વિભીષણ એક સીનમાં બોલે છે, "આપ અપની કાલ કે લિયે કાલીન બિછા રહે હૈ "

7. એક સીનમાં રાવણ શ્રીરામ વિશે કહે છે કે, "વો અયોધ્યા મેં નહીં રહેતા વો જંગલ મે રહેતા હૈ ઔર જંગલ કા રાજા શેર હોતા હૈ તો વો કહા કા રાજા હે રે..."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news