અભિનેત્રીએ PM Modi ને મદદ માટે ગુહાર લગાવી, કહ્યું-'આ ગેંગ મને મારી નાખશે'

અભિનેત્રી પાયલ ઘોષ (Payal Ghosh) હાલ ચર્ચામાં છે. પાયલે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. ત્યારથી લઈને અત્યાર સુધી પાયલ સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને બીજી બાજુ અભિનેત્રી ઋચા ચઢ્ઢા સાથે પણ તેનો વિવાદ વધી રહ્યો છે. પરંતુ હવે પાયલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  પાસે મદદની ગુહાર લગાવી છે. 
અભિનેત્રીએ PM Modi ને મદદ માટે ગુહાર લગાવી, કહ્યું-'આ ગેંગ મને મારી નાખશે'

નવી દિલ્હી: અભિનેત્રી પાયલ ઘોષ (Payal Ghosh) હાલ ચર્ચામાં છે. પાયલે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. ત્યારથી લઈને અત્યાર સુધી પાયલ સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને બીજી બાજુ અભિનેત્રી ઋચા ચઢ્ઢા સાથે પણ તેનો વિવાદ વધી રહ્યો છે. પરંતુ હવે પાયલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  પાસે મદદની ગુહાર લગાવી છે. 

કોણ છે માફિયા ગેંગ
ગત રાતે પાયલે એક ટ્વીટ કરી છે જેમાં તેણે પીએમ નરેન્દ્ર મોદી, પીએમઓ અને મહિલા આયોગના ચેરપર્સન રેખા શર્માને પણ ટેગ કર્યા છે. આ ટ્વીટમાં પાયલે લખ્યું છે કે "આ માફિયા ગેંગ મને મારી નાખશે અને મારા મોતને આત્મહત્યા કે કઈક બીજુ ખપાવી દેશે."

— Payal Ghosh (@iampayalghosh) October 10, 2020

સુશાંત સાથે કરી સરખામણી
પાયલે ગણતરીના કલાકો બાદ બીજી ટ્વીટ કરીને ફરી એકવાર પીએમ મોદી, પીએમઓ, ગૃહ મંત્રાલય અને ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરીને લખ્યું કે "એવું લાગે છે કે તેઓ સુશાંતની જેમ મારા મોતની રાહ જોઈ રહ્યા છે કારણ કે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા થઈ નથી અને મારું મોત બોલીવુડના અન્ય અભિનેતાઓની જેમ એક રહસ્ય બની જશે."

— Payal Ghosh (@iampayalghosh) October 10, 2020

અત્રે જણાવવાનું કે તાજેતરમાં ઋચા ચઢ્ઢાએ પોતાના અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોમ્બે હાઈકોર્ટના ચુકાદાની કોપી શેર કરતા લખ્યું હતું કે તે કેસ જીતી ગઈ છે. તેણે ચુકાદાની કોપી શેર કરતા લખ્યું કે અમે જીતી ગયા, સત્યમેવ જયતે! હું બોમ્બે હાઈકોર્ટની આભારી છું, આ ચુકાદો હવે સાર્વજનિક રેકોર્ડમાં છે. સરળતાથી હાઈકોર્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તમારા સમર્થન માટે આભાર, આગામી સુનાવણી 12 ઓક્ટોબરના રોજ છે. એવું ચુકાદામાં કહેવાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news