Hathras Case: CBIએ હાથરસ મામલે FIR દાખલ કરી, તપાસ માટે ટીમ બનાવી 

CBIએ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ (Hathras) માં 14 સપ્ટેમ્બરના રોજ અનુસૂચિત જાતિની યુવતી સાથે થયેલા કથિત સામૂહિક બળાત્કારની ઘટનાની તપાસ હવે પોતાના હાથમાં લઈ લીધી છે. આ મામલે FIR પણ નોંધી લેવાઈ છે. આ યુવતીનું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. 
Hathras Case: CBIએ હાથરસ મામલે FIR દાખલ કરી, તપાસ માટે ટીમ બનાવી 

નવી દિલ્હી: CBIએ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ (Hathras) માં 14 સપ્ટેમ્બરના રોજ અનુસૂચિત જાતિની યુવતી સાથે થયેલા કથિત સામૂહિક બળાત્કારની ઘટનાની તપાસ હવે પોતાના હાથમાં લઈ લીધી છે. આ મામલે FIR પણ નોંધી લેવાઈ છે. આ યુવતીનું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. 

અધિકારીઓએ જણાવ્યું કે એજન્સીએ સવારે ઈન્ડિયન પીનલ કોડની સામૂહિક બળાત્કાર અને હત્યા સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. આ અગાઉ મૃતક યુવતીના ભાઈની ફરિયાદના આધારે હાથરસ જિલ્લાના ચંદપા પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે કેસ દાખલ કરાયો હતો. 

સીબીઆઈ (CBI) ના પ્રવક્તાએ આર કે ગૌડે કહ્યું કે ફરિયાદકર્તાએ 14 સપ્ટેમ્બરના રોજ આરોપ લગાવ્યો હતો કે આરોપીઓએ બાજરાના ખેતરમાં તેની બહેનનું ગળું ઘોંટવાની કોશિશ કરી હતી. ઉત્તર પ્રદેશ સરકારની ભલામણ પર અને ત્યારબાદ ભારત સરકારના નોટિફિકેશ બાદ સીબીઆઈએ આ મામલે કેસ દાખલ કર્યો છે. 

તેમણે જણાવ્યું કે કેસની તપાસ માટે એજન્સીએ એક ટીમ બનાવી છે. કથિત સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી 19 વર્ષની અનુસૂચિત જાતિની યુવતીનું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં 29 સપ્ટેમ્બરે મોત થયું હતું. અત્રે જણાવવાનું કે યોગી સરકારે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મળ્યા બાદ સીબીઆઈએ હવે તપાસ શરૂ કરી દીધી છે. સીબીઆઈએ કલમ 307, કલમ 376, અને 303 હેઠળ એફઆઈઆર દાખલ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news