Parineeti Chopra Raghav Chadha Wedding: રાઘવ ચઢ્ઢા સાથે તેની સગાઈના સમાચાર વચ્ચે પરિણીતી ચોપરાએ કરી પ્રેમની કબૂલાત !
Parineeti Chopra એ તાજેતરમાં ઇન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો અને કેપ્શન લખી... જેને તેના પ્રેમની અભિવ્યક્તિ સાથે જોડવામાં આવી રહ્યો છે.
Trending Photos
Parineeti Chopra Raghav Chadha Wedding: પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ બંને ક્યારેક રેસ્ટોરન્ટની બહાર તો ક્યારેક એરપોર્ટ પર સાથે જોવા મળી રહ્યા છે. દરમિયાન બંનેની સગાઈની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. જો કે સગાઈ અને લગ્નના સમાચાર પર બંનેએ હજુ સુધી કંઈ કહ્યું નથી. જો કે લગ્નના સમાચાર વચ્ચે પરિણીતી ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર એક એવી પોસ્ટ કરી છે, જે ક્યાંકને ક્યાંક ઈશારો કરી રહી છે કે અભિનેત્રી પ્રેમમાં પડી ગઈ છે.
વીડિયો શેર કરીને કહી દિલની વાત
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પરંતુ આ હકીકતની કોઈને જાણ નહોતી. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે અભિનેત્રી તાજેતરમાં રાઘવ સાથે રેસ્ટોરન્ટમાંથી બહાર આવતી જોવા મળી હતી. જ્યારે હવે અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નાનો વીડિયો શેર કર્યો છે. પરિણીતી અને રાઘવના પ્રેમ સાથે જોડીને ફેન્સ આ વીડિયોને જોઈ રહ્યા છે.
આ વીડિયોને શેર કરતા અભિનેત્રીએ ઈન્સ્ટા સ્ટોરી પર કેપ્શનમાં લખ્યું- પ્રેમ પસંદ કરો. અગાઉ, અભિનેત્રીએ ચશ્મા પહેરીને મિરર સેલ્ફી શેર કરી હતી. આ ફોટો શેર કર્યા બાદ કેપ્શનમાં લખ્યું હતું- 'ચશ્મિશ'. પરિણીતિએ આ ફોટો શેર કરતાંની સાથે જ આ પોસ્ટ પર યુઝર્સ સતત રાઘવ ચઢ્ઢા અને તેમના સંબંધો વિશે વાત કરતા જોવા મળ્યા હતા.
દિલ્હીમાં સગાઈ થશે
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની રોકા સેરેમની દિલ્હીમાં યોજાશે. આ સમારોહમાં પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો ભાગ લેશે. સાથે જ પ્રિયંકા ચોપરા અને પિતરાઈ બહેન મીરા ચોપરા પણ સામેલ થશે. જો રિપોર્ટ્સનું માનીએ તો પરિણીતી અને રાઘવ રોકા સેરેમની બાદ જ જાહેરમાં તેમના સંબંધોની જાહેરાત કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે