તાજેતરમાં પરણેલી Poonam Pandey ના લગ્નજીવનમાં ડખા પડ્યા, પતિ વિરૂદ્ધ મારઝૂડનો આરોપ લગાવ્યો

અભિનેત્રી તથા મોડલ પૂનમ પાંડે (Poonam Pandey)ના પતિ સૈમ બોમ્બેની મંગળવારે ગોવામાં ધરપકડ કરવામાં આવી. પૂનમે પોતાના પતિ વિરૂદ્ધ મારઝૂડ અને ડરાવવા-ધમકાવવાની ફરિયાદ દાખલ કરાવી છે.

તાજેતરમાં પરણેલી Poonam Pandey ના લગ્નજીવનમાં ડખા પડ્યા, પતિ વિરૂદ્ધ મારઝૂડનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી: અભિનેત્રી તથા મોડલ પૂનમ પાંડે (Poonam Pandey)ના પતિ સૈમ બોમ્બેની મંગળવારે ગોવામાં ધરપકડ કરવામાં આવી. પૂનમે પોતાના પતિ વિરૂદ્ધ મારઝૂડ અને ડરાવવા-ધમકાવવાની ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે જાણકારી આપી છે. એક અધિકારીએ કહ્યું કે આ ઘટના દક્ષિણ ગોવાના કૈનાકોના ગામમાં થઇ હતી જ્યાં પૂનમ પાંડે એક ફિલ્મની શૂટિંગ કરી રહી હતી. 

કૈનાકોના પોલીસ મથકના નિરીક્ષક તુકારામ ચૌહાણે કહ્યું કે 'પૂનમ પાંડેએ સોમવારે મોડી રાત્રે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિ સૈમ બોમ્બેએ તેમની સાથે મારઝૂડ કરી અને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી. તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું છે. 

A post shared by Poonam Pandey Bombay (@ipoonampandey) on

તમને જણાવી દઇએ કે ગત અઠવાડિયે જ પૂનમ પોતાના પતિ સાથે હનીમૂન મનાવવા ગઇ હતી.  આ દરમિયાન પૂનમ પોતાના પતિ સૈમ બોમ્બે સાથે સિંપલ અવતારમાં જોવા મળી હતી. તેમની માંગમાં સિંદૂર હતું અને તેમના હાથ ચૂડો અને ગળામાં મંગળસૂત્ર પણ પહેરેલું હતું. ગુપચૂપ લગ્નથી આ કપલે 10 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડીયા પર લગ્નની જાહેરાત કરી હતી. જેની કેપ્શનમાં પૂનમે લખ્યું હતું, 'હું તમારી સાથે સાત જન્મની આશા રાખું છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news