Video : હૃતિક રોશન સાથે વાણી કપૂરનો સુપરહોટ રોમેન્સ, રિલીઝ થયું Warનું પહેલું ગીત

આ ગીત ફિલ્મ ધર્મ કાંટા ફિલ્મના લોકપ્રિય ગીતનું રિક્રિએટેડ વર્ઝન છે

Video : હૃતિક રોશન સાથે વાણી કપૂરનો સુપરહોટ રોમેન્સ, રિલીઝ થયું Warનું પહેલું ગીત

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની એક્શન ફિલ્મ ‘વોર’ માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને 2 ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થવાની છે. આ ફિલ્મ હિન્દી સિવાય તામિલ અને તેલુગુમાં પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલરમાં જબરદસ્ત એક્શન સીન જોવા મળી રહ્યા છે. હાલમાં આ ફિલ્મ વોર (War)નું પહેલું ગીત ઘુંઘરું (Ghungroo) રિલીઝ થઈ ગયું છે. આ ગીતને અરિજીત સિંહ તેમજ શિલ્પા રાવે ગાયું છે. આ ગીત ફિલ્મ ધર્મ કાંટા ફિલ્મના લોકપ્રિય ગીતનું રિક્રિએટેડ વર્ઝન છે.

બોલિવૂડ એક્ટર હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ વોરનું ટીઝર સામે આવતાં જ ચર્ચામાં છે. આ ફિલ્મ માટે રિતિક રોશન અને ટાઇગર શ્રોફની સાથે વાણી કપૂરે પણ ભારે મહેનત કરી છે. તેણે પોતાની જાત માટે ઘણો પરસેવો પાડ્યો છે. જે ફિલ્મના ટીઝરની એક ઝલક પણ બતાવી દે છે. ફિલ્મમાં વાણીનો લુક પણ ધમાકેદાર છે. 

બોલિવૂડ એક્ટર હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ વોરનું ટીઝર થોડા દિવસ પહેલાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર એક્શનથી ભરપૂર છે. જેમાં હૃતિક રોશન અને ટાઈગર વચ્ચે જંગ છેડાયેલી છે. ટીઝરમાં એક્ટ્રેસ વાણી કપૂરની પણ ઝલક જોવા મળી. 53 સેકન્ડના આ ટીઝરની શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દેવાયું છે કે ફિલ્મમાં હૃતિક અને ટાઈગર એકબીજાની વિરુદ્ધ છે. તેમાં બંનેને જબરજસ્ત બાઈક અને કાર એક્શન પણ જોવા મળી રહ્યા છે. વોરના ટીઝરમાં બિકીની પહેરેલી વાણી કપૂર ખૂબ હોટ લાગી રહી છે. તેના એક સીનમાં હૃતિક સાથે રોમાન્સ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news