Made In China : મેડ ઇન ચાઇના ફિલ્મનું પ્રથમ ગીત ઓઢણી.. રજુ થતાં જ મૌની રોય છવાઇ, જુઓ Video

Made In China : રાજકુમાર રાવ (Rajkummar Rao) અને મૌની રોય (Mouni Roy) ની આગામી ફિલ્મ મેડ ઇન ચાઇના (Made In China) દર્શકોને લોટપોટ કરે એવી લાગી રહી છે. ફિલ્મનું ટ્રેલર (Trailer) જોયા પછી એવું લાગે છે કે આ ફિલ્મ કોમેડી તો છે જ સાથોસાથ ધંધાની પણ પોલ ખોલનારી છે. ટ્રેલર બાદ આ ફિલ્મનું પ્રથમ ગીત (First Song) ઓઢણી (Odhani) રિલીઝ થયું છે. આ ગીત રિલીઝ થતાં જ એમાં કરેલા ડાન્સને લઇને મૌની રોય ફેન્સમાં છવાઇ છે. 

Made In China : મેડ ઇન ચાઇના ફિલ્મનું પ્રથમ ગીત ઓઢણી.. રજુ થતાં જ મૌની રોય છવાઇ, જુઓ Video

નવી દિલ્હી : ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યા રિલીઝ થયા બાદ જ રાજકુમાર રાવ (Rajkumar Rao) ના ફેન્સને એમની આગામી ફિલ્મ મેડ ઇન ચાઇના (Made In China) નો ઇંતજાર છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મનું જોરદાર ટ્રેલર હાલમાં ધૂમ મચાવી રહ્યું છે. આ સંજોગોમાં ફિલ્મનું પ્રથમ ગીત ઓઢણી... સામે આવ્યું છે જે ઝડપથી શેયર થઇ રહ્યું છે. 

આ ગીતમાં રાજકુમાર રાવની સાથે મૌની રોય (Mouni Roy) હોટ દેખાઇ રહી છે. ગીતમાં મૌની રોય સાથે રાજકુમાર પણ જબરજસ્ત ડાન્સ કરતો દેખાય છે. આ ગીતમાં નેહા કક્કડ અને દર્શ રાવલનો અવાજ છે. ગીતમાં સચિન જિગરે પોતાનું મ્યુઝિક આપ્યું છે. લિરિક્સ નરેન ભટ્ટ અને જિગર સરૈયાએ ગીતના શબ્દો લખ્યા છે. રાજકુમાર રાવની આ ફિલ્મ કોમેડી ફ્લેવર તો આપે છે સાથોસાથ બજારવાદને પણ નિશાને લઇ રહી છે. રાજકુમાર અહીં એક યુવા ઉદ્યોગકારની ભૂમિકામાં છે. ટ્રેલર જોતાં સમજ પડી જાય એમ છે કે એમના નવા નવા બિઝનેસ આઇડિયા લોકોને હસાવાની સાથે લોટપોટ કરી રહયા છે. જુઓ ફિલ્મનું પ્રથમ ગીત ઓઢણી...

ફિલ્મમાં રાજકુમાર રાવ ઉપરાંત મૌની રોય, અમાયરા દસ્તૂર, પરેશ રાવલ, બોમન ઇરાની અને સુમિત વ્યાસ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ આ દિવાળીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news