Netflix You Season 4: સાયકોલોજીકલ થ્રિલર 'યુ સિઝન 4' નો પહેલો પાર્ટ થઈ ગયો રિલીઝ

You season 4 એક એવી વેબ સિરીઝ છે જેની દર્શકો ખુબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.તો તમને જણાવી દઈએ કે સિરીઝનો પહેલો ભાગ નેટફ્લિક્સ પર આજે રિલીઝ થઈ ગયો. ક્રિટિક્સ દ્વારા પેન બડગ્લેના અભિનયના  ખુબ વખાણ પણ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં તેના પ્લોટ ટ્વિસ્ટ વિશે પણ વખાણ કરાયા છે. 

Netflix You Season 4: સાયકોલોજીકલ થ્રિલર 'યુ સિઝન 4' નો પહેલો પાર્ટ થઈ ગયો રિલીઝ

You season 4 એક એવી વેબ સિરીઝ છે જેની દર્શકો ખુબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. દર્શકો એ વાતને લઈને આતુર થઈ રહ્યા હતા કે હવે Joe Goldberg (Penn Badgley ભજવે છે આ પાત્ર)ના જીવનમાં હવે શું નવી સમસ્યા ઊભી થશે. તો તમને જણાવી દઈએ કે સિરીઝનો પહેલો ભાગ નેટફ્લિક્સ પર આજે રિલીઝ થઈ ગયો. ક્રિટિક્સ દ્વારા પેન બડગ્લેના અભિનયના  ખુબ વખાણ પણ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં તેના પ્લોટ ટ્વિસ્ટ વિશે પણ વખાણ કરાયા છે. 

You સિઝન 4 પાર્ટ 1 થયો રિલીઝ
ગ્રેગ બર્લાન્ટી અને સેરા ગેમ્બલ દ્વારા બનાવવામાં આવેલી લોકપ્રિય સાયકોલોજીકલ થ્રિલર યુ સિઝન 4- સિઝનના પહેલા પાંચ એપિસોડ આજે એટલે કે ફેબ્રુઆરી 9ના રોજ રિલીઝ થઈ ગયો. પહેલા બે એપિસોડ જ્હોન સ્કોટ દ્વારા દિગ્દર્શિત કરાયા છે. ત્રીજો એપિસોડ શમિન શરીફ અને બાકીના બે એપિસોડ હેરી જીર્જિયન દ્વારા દિગ્દર્શિત છે. ચોથી સિઝનનો બીજો ભાગ 9મી માર્ચે રિલીઝ થશે. 
કાસ્ટ વિશે જાણો
યુ સિઝન 4માં પેન ગડગ્લે જો ગોલ્ડબર્ગ તરીકે અને તાતી ગેબ્રિએલે મરિન બેલામીની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય મુખ્ય ભૂમિકામાં લુકાસ ગાગે, શેરલોટ રિચે, ટીલી કીપર, એમી-લે હિકમેન અને એડ સ્પ્લીર જોવા મળશે. 

ટ્રેલર જુઓ....

સિરીઝના પ્લોટ વિશે
આ સિઝનનુ શુટિંગ લંડન અને પેરિસમાં કરાયેલું છે. પ્રોટોગનિસ્ટ જો ગોલ્ડબર્ગ લંડનની એક યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે જોવા મળશે. જે જોનાથન મૂરેના ફેક નામ સાથે રહેતો હોય છે. જ્યારે તેનો ભૂતકાળ સામે આવશે ત્યારે જે પરિસ્થિતિઓ ઊભી થશે તે જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news