Video: આ કન્ટેસ્ટન્ટની દર્દનાક સ્ટોરી સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી નેહા કક્કડ

ઇન્ડિયન આઇડલ આ સીઝનમાં અનુ મલિક, વિશાલ દદલાણી અને નેહા કક્કડ જજના રૂપમાં જોવા મળી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક અભિનાશ નામનો છોકરો ઓડિશન આપવા આવ્યો છે

Video: આ કન્ટેસ્ટન્ટની દર્દનાક સ્ટોરી સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી નેહા કક્કડ

નવી દિલ્હી: આજકાલ ટીવી ચેનલો પર રિયાલિટી શોનો રાફડો ફાટી નીકળ્યો છે. ડાન્સથી લઇને ગીતો ગાવા સુધી દરેક ટીવી ચેનલે પોતાના રિયાલિટી શો શરૂ કરી દીધા છે. એવામાં રિયાલિટી શોના ઓડિશન રાઉન્ડમાં ભાગ લેવા આવેલા રહભાગીઓની એવી-એવી સ્ટોરીઓ આપણી સામે આવે છે, જે ના માત્ર જજને ભાવુક કરે છે પરંતુ ઘરે બેઠલા ટીવી જોઇ રહેલા દર્શકોની પણ આંખો ભીની કરાવી દે છે. આવો જ એક એપિસોડ ગત સપ્તાહમાં શરૂ થયેલા ઇન્ડિયન આઇડલ-11માં જોવા મળ્યો હતો. ચેનલ દ્વારા આ એપિસોડનો એક ભાગ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જે જોત જોતામાં સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
તમને જણાવી દઇએ કે, ઇન્ડિયન આઇડલ આ સીઝનમાં અનુ મલિક, વિશાલ દદલાણી અને નેહા કક્કડ જજના રૂપમાં જોવા મળી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક અભિનાશ નામનો છોકરો ઓડિશન આપવા આવ્યો છે. જે જોઇ શકતો નથી અને તે કારણે તેણે સુસાઇટ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તેના ચહેરો બળી ગયો છે અને તે આંખો પર કાળા ચશ્મા પહેરી ઓડિશન આપવા આવ્યો હતો. ત્યારે નેહા કક્કડ તેના ચહેરા પર નિશાન હોવાનું પૂછ્યું હતું. અભિનાશે જણાવ્યું હતું કે, તે જોઇ શક્તો નથી એટલા માટે તેણે પોતાની જાતને સળગાવીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે કહ્યું કે, તે પોતાના પિતા પર ભાર બનવા ઇચ્છતો ન હતો અટેલા માટે તેણે આ પગલું ઉઠાવ્યું હતું.

— Sony TV (@SonyTV) October 14, 2019

અભિનાશની સ્ટોરી સાંભળી નેહા કક્કડ પોતાને રોકી શકી નહીં અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. જ્યારે અભિનાશે ગીત ગાવવાનું શરૂ કર્યું કે ત્યારથી જ ગીતના અંત સુધીમાં તે રડી રહી હતી. નેહાનું કહેવું હતું કે, તેણે અભિનાશની સ્ટોરીની કલ્પના કરી હતી. અભિનાશે ઓડિશન રાઉન્ડમાં ‘તુ ન જાને આસ પાસ હે ખુદા’ સોન્ગ ગાયું હતું. ત્રણે જજોને અભિનાશનો અવાજ ખુબજ પસંદ આવ્યો અને તે આગામી રાઉન્ડ માટે સિલેક્ટ થઇ ગયો હતો.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news