સોનુ ખરીદવા દિવાળી સુધી સસ્તુ થવાની રાહ જોવી કે નહિ? આ રહ્યો જવાબ

અનેક સવાલ ઈન્વેસ્ટર્સ અને સામાન્ય નાગરિકોના મનમાં જરૂર આવશે. આવામાં જાણવુ જરૂરી બની રહેશે કે સોનાની કિંમતો (Gold Price outlook)માં ક્યાં સુધી ઘટાડો આવશે

સોનુ ખરીદવા દિવાળી સુધી સસ્તુ થવાની રાહ જોવી કે નહિ? આ રહ્યો જવાબ

ઝી મીડિયા/બ્યૂરો :સોનુ સસ્તુ થઈ રહ્યું છે. કિંમત 50 હજારની આસપાસ (Gold Price) પહોંચી ગઈ છે. સપ્ટેમ્બર મહિના સુધી સોનુ પોતાનો જ રેકોર્ડ હાઈથી 5684 રૂપિયા સસ્તુ થઈ ચૂક્યું છે. પરંતુ આગામી દિવસોમાં સોનુ હજી કેટલુ ઘટશે. શું કિંમતોમાં વધુ ઘટાડાની શક્યતા છે. દિવાળી સુધી 10 ગ્રામ સોનાનો ભાવ (10 Gram Gold price) કેટલો રહેશે. આવામાં અનેક સવાલ ઈન્વેસ્ટર્સ અને સામાન્ય નાગરિકોના મનમાં જરૂર આવશે. આવામાં જાણવુ જરૂરી બની રહેશે કે સોનાની કિંમતો (Gold Price outlook)માં ક્યાં સુધી ઘટાડો આવશે. 

આ પણ વાંચો : અમદાવાદનો આ મુખ્ય રસ્તો આજે 12 થી 7 દરમિયાન રહેશે બંધ

થોડા સમયમાં આવશે સોનામાં ઘટાડો
મહામારીને કારણે દુનિયાભરમાં સ્ટોક માર્કેટમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. જોકે, હવે માર્કેટમાં વેપાર સ્થિર છે. ધીરે ધીરે શેર માર્કેટમાં રિકવરી આવી રહી છે. કરન્સી માર્કેટમાં પણ રિકવરી જોવા મળી છે. તો કોમોડિટી માર્કેટ પણ સારો કારોબાર કરી રહ્યું છે. પરંતુ સોનાની કિંમતોમાં તેજ ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. શરાફ બજારમાં સોનું પોતાના ઓલ ટાઈમ હાઈથી 30 સપ્ટેમ્બર સુધી 5684 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તુ થઈ ચૂક્યું છે. ચાંદી પણ 16034 રૂપિયા સસ્તી થઈ ચૂક્યું છે. 

આ પણ વાંચો : સુરતમાં સેવાના નામે શ્રમિકોને ભોજન જમાડ્યું, અને સરકાર પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા 

દિવાળી સુધી રહેશે ઉતાર-ચઢાવ
મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિસના કોમોડિટી વાઈસ પ્રેસિડન્ટ નવનીત દામાણીના મુજબ, જો તમને લાગી રહ્યું છે કે, સોનુ સસ્તુ થશે અથવા પહેલાવાળા સ્તર પર આવી જશે તો અંદાજ ખોટો સાબિત થઈ શકે છે. સાથે જ જો શેર માર્કેટની ચાલની સાથે સોનાની ચાલ જોઈએ તો તમે ભૂલ કરી બેસશો. સોનાના ભાવ ઊંચાઈથી ઘટીને 50,000 રૂપિયાના દાયરામાં છે. જ્યારે કે ચાંદી 60000 રૂપિયાના દાયરામાં છે. આવનારા સમયમાં એટલો ઉતાર-ચઢાવ યથાવત રહી શકે છે. દિવાળી સુધી સોનાના કિંમતોમાં કોઈ મોટી તેજી કે મોટા ઘટાડાની શક્યતા નથી. 

આ પણ વાંચો : ‘ભાગતા નહિ, શાંતિ રાખજો....’ કહીને સિંહના ટોળા નજીક પહોંચ્યા યુવકો, Video

રૂપિયાની મજબૂતીથી સસ્તુ થયું સોનું
એક્સપર્ટસનું માનવુ છે કે, સ્ટીમુલસ પેકેજથી શેર માર્કેટમાં તેજી જરૂર આવી છે. પરંતુ આ વાસ્તવિક તેજી નથી. સોનાની કિંમતોમાં જે ઘટાડો આવ્યો છે, તેને કારણે ગત બે મહિનાથી રૂપિયા મજબૂતી આવી છે. રૂપિયો હાલ 73-74 રૂપિયા પ્રતિ ડોલરની રેન્જમાં છે.  કોરોનાના એટેકને કારણે તે 78 રૂપિયા પ્રતિ ડોલરની રેન્જ પર પહોંચી ગયો હતો. રૂપિયામાં આવેલી મજબૂતીથી પણ સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. ડોલરમાં તેજી આવશે તો લોન્ગ ટર્મમાં સોનાના ભાવ વધુ તેજીથી વધશે. આગામી વર્ષ  સુધી સોનું 60 થી 70 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી ગયું છે. 

અચાનક આવશે તેજી
7 ઓગસ્ટ 2020 ના રોજ સોનાના શરાફા બજારમાં ભાવ 56254ના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું હતું. ચાંદીએ પણ આ દિવસ 76008 રૂપિયા પ્રતિ કિલોના ભાવ થઈ ગયો હતો. સોનાના ભાવ અનેક ફેક્ટર્સ પર નિર્ભર કરે છે. તેથી માત્ર ક્યાસ જ લગાવી શકાય છે. શું અંદાજ પણ ખોટો સાબિત થઈ શકે છે. હવે સમગ્ર દુનિયા લોકડાઉન બાદ ફરીથી અનલોક થઈ રહ્યું છે અને તમામ દેશ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં લાગ્યું છે. એક્સપર્ટસનું માનવું છે કે, આગામી  વર્ષ સુધી ડોલરમાં મજબૂતીની સાથે સાથે સોનાના ભાવમાં અચાનકથી તેજી જોવા મળી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news