OTT પર 3 દિવસમાં આવી રહી છે 4 ધાંસૂ ફિલ્મો, જાણો કઇ શેના પર અને ક્યારે થઇ રહી છે સ્ટ્રીમ

આ અઠવાડિયે OTT પર 4 ફિલ્મો અને વેબ સિરીઝ એક સાથે રિલીઝ થઈ રહી છે. એટલે કે આ અઠવાડિયે તમને મનોરંજનનો ડબલ ડોઝ મળશે. જાણો આ કઈ કઈ ફિલ્મો અને વેબ સિરીઝ છે જેને લઈને ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે.

OTT પર 3 દિવસમાં આવી રહી છે 4 ધાંસૂ ફિલ્મો, જાણો કઇ શેના પર અને ક્યારે થઇ રહી છે સ્ટ્રીમ

Movies Releasing This Week on OTT: દિવસેને દિવસે લોકોમાં OTTનો ક્રેઝ વધી રહ્યો છે. ઘરમાં બેસીને ટીવી ચાલુ કરીને આરામથી મૂવી જોવાનો ક્રેઝ લોકોમાં એટલો વધી ગયો છે કે હવે મેકર્સ પણ OTT પર સતત નવી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ કરી રહ્યા છે. આ અઠવાડિયે એટલે કે 9 જૂનથી 11 જૂન સુધી OTT પર કઈ ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઈ રહી છે તે જાણો.

બ્લડી ડેડી
આ લિસ્ટમાં સૌથી પહેલા વાત કરીએ શાહિદ કપૂરની ફિલ્મ 'બ્લડી ડેડી'ની. ચાહકોને આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ પસંદ આવ્યું છે. જેમાં શાહિદ કપૂરનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. ચાહકો આ એક્શનથી ભરપૂર ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ રાહ 9મી જૂને પૂરી થઈ છે. આ વેબ સિરીઝ Jio સિનેમા પર રિલીઝ કરવામાં આવી છે.

એમ્પાયર ઓફ લાઈટ
ઓસ્કર વિનર ફિલ્મ 'એમ્પાયર ઓફ લાઈટ' પણ 9મી જૂને રિલીઝ થઈ છે. તમે તેને OTT પ્લેટફોર્મ Disney Hotstar પર જોઈ શકો છો. આ ફિલ્મનું નિર્દેશન સેમ મેન્ડિસે કર્યું છે.

અદાઈ મઝાઈ કલામ
જો તમને તમિલ ફિલ્મમાં રસ છે, તો તમિલ ફિલ્મ 'અદાઈ મઝાઈ કલામ' 11 જૂને OTT પર રિલીઝ થઈ રહી છે. તમે તેને Netflix પર જોઈ શકો છો. આમાં ઈવરાણી, જયકિશન લીડ રોલમાં છે.

ફ્લેમિન હોટ
જો તમે હોલિવૂડની મૂવી શોધી રહ્યા હોવ તો ફ્લેમિન હોટ' તમારા માટે પરફેક્ટ છે. તે રિચાર્ડ મોન્ટેનેઝની સાચી ઘટના પર આધારિત છે. આ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ છે. તમે તેને 10 જૂનથી ડિઝની હોટસ્ટાર પ્લસ પર જોઈ શકશો.

આ પણ વાંચો:
30000% ની તોફાની તેજી, 3 રૂપિયાના આ સ્ટોકે 1 લાખના બનાવ્યા 3 કરોડ રૂપિયા
આ એક ગુજરાતીના કારણે આ બે રાજ્યોમાં થાય છે બર્ડ સર્વે, ગાયક-વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીના

પનીર ખાતા પહેલા સાવધાન! શું તમે ખાતા નથીને નકલી પનીર? આ રીતે જાણો અસલી નકલીનો ભેદ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news