નરેન્દ્ર મોદી પર બનેલી વેબસિરીઝમાં જોવા મળશે સીએમથી પીએમ બનવાની સફર, ટ્રેલર રિલીઝ
સીઝન 2ના ત્રણ એપિસોડ્સમાં મોદીની સીએમથી લઈને પીએમની યાત્રા દેખાડવામાં આવશે. આ સિરીઝમાં જોવા મળશે કે કઈ રીતે ગુજરાતના સીએમ તરીકે ત્રણ કાર્યકાળ પૂરા કર્યા, તેમણે ક્યા પડકારોનો સામનો કર્યો અને કઈ રીતે તેઓ દેશના પ્રધાનમંત્રી બનવામાં સફળ થયા.
Trending Photos
નવી દિલ્હીઃ પીએમ મોદી પર બનેલી ફિલ્મમાં વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી નહતી. તેમ છતાં પીએમ મોદી પર ફિલ્મી પ્રોજેક્ટ્સ સતત બની રહ્યાં છે. હાલમાં એક એવી વેબ સિરીઝનું ટ્રેલર રિલીઝ થયું છે જેમાં મહેશ ઠાકુર પીએમ મોદીની ભૂમિકા ભજવી રહ્યાં છે.
એપ્રિલ 2019મા આ સિરીઝની પ્રથમ સીઝન રિલીઝ થઈ હતી, જેમાં 10 એપિસોડ્સ હતા. આ સિરીઝની પ્રથમ સીઝનમાં નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી બનવા સુધીની સફર દેખાડવામાં આવી હતી. હવે સીઝન 2ના ત્રણ એપિસોડ્સમાં મોદીની સીએમથી લઈને પીએમની યાત્રા દેખાડવામાં આવશે. આ સિરીઝમાં જોવા મળશે કે કઈ રીતે ગુજરાતના સીએમ તરીકે ત્રણ કાર્યકાળ પૂરા કર્યા, તેમણે ક્યા પડકારોનો સામનો કર્યો અને કઈ રીતે તેઓ દેશના પ્રધાનમંત્રી બનવામાં સફળ થયા.
પીએમ મોદીનો રોલ નિભાવવો ગૌરવની વાતઃ મહેશ ઠાકુર
મહેશે પીએમ મોદીના રોલ વિશે વાત કરી અને કહ્યુ કે, બાળપણથી અમે પીએમ મોદીની યાત્રા વિશે સાંભળવ્યુ છે અને આ એવી કહાની છે જેનાથી દેશના લોકો પ્રેરણા લઈ શકે છે. આ મારા માટે ગૌરવની વાત છે કે મને આ પ્રકારની ભૂમિકા ભજવવાની તક મળી રહી છે પરંતુ સાથે મારા ખભા પર મોટી જવાબદારી પણ છે.
Kajal Aggarwal ને પ્રી-વેડિંગ ફંક્શન્સ થયા શરૂ, બહેનની સાથે પાયઝામા પાર્ટીની તસવીર વાયરલ
હું ફેન્સના રિએક્શનને લઈને ઉત્સાહિત છું અને આશા કરુ છું કે તેમને આ સિરીઝ પસંદ આવશે. મહત્વનું છે કે મોદી સીઝન-2 સીએમ ટૂ પીએમને 5 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી રહી છે જેમાં હિન્દી, તેલુગૂ, તમિલ, કન્નડ અને ગુજરાતી સામેલ છે. આ સિરીઝમાં ફૈઝલ ખાન, આશીષ શર્મા, દર્શન ઝરીવાલા, પ્રાચી શાહ પંડ્યા, મકરંદ દેશપાંડે અને અનંગ દેસાઈ જેવા સિતારાઓ જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે