સમોસા અને ગુલાબ જાંબુ ખાતી જોવા મળી Mia Khalifa, પ્રેમથી આપ્યો ટ્રોલર્સને જવાબ

એકવાર ફરી કિસાનોના સમર્થનમાં મિયા ખલીફા ઉતરી છે. આ વખતે ટ્રોલર્સને જવાબ આપવા માટે મિયાએ એક વીડિયો બનાવ્યો છે, જેમાં તે ભારતીય ભોજન ખાતી જોવા મળી રહી છે. 

સમોસા અને ગુલાબ જાંબુ ખાતી જોવા મળી Mia Khalifa, પ્રેમથી આપ્યો ટ્રોલર્સને જવાબ

નવી દિલ્હીઃ કૃષિ કાયદા (Farm Laws) ના વિરોધમાં ઉતરેલા કિસાનોના સમર્થન કરવાના મામલામાં પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફા (Mia Khalifa) વિવાદોમાં આવી ચુકી છે. એકવાર ફરી આ અમેરિકન મોડલ અને પૂર્વ પોર્ન સ્ટારે કિસાનોના સમર્થનમાં એક વીડિયો પોતાના ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે ભારતીય વ્યંજનની મજા માણી રહી છે. આ પહેલા મિયાના ટ્વીટને લઈને ખુબ બબાલ મચી હતી, તેને તે કહીને ટ્રોલ કરવામાં આવી કે તે ખેતી વિશે કંઈ જાણતી નથી કે ભારતીય પકવાનો વિશે જાણે છે. 

મિયાના આ વીડિયોમાં શું છે ખાસ
મિયા ખલીફા  (Mia Khalifa) એ ટ્રોલર્સને જવાબ આપતા પોતાના ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. પોતાના આ વીડિયોમાં મિયાએ કિસાનોના ઉલ્લેખની સાથે-સાથે તેને આ ભોજન મોકલનારનો આભાર માન્યો છે. વીડિયોમાં મિયા કહી રહી છે કે ખુબ સારૂ લાગે છે જ્યારે તમે આકરી મહેનત કરો છો અને આ મહેનતને કારણે કંઈ કમાણી કરો છો. જેમ મેં આજે આ શાનદાર ડીનર કમાયુ છે. આ મનુષ્ય તરીકે સોશિયલ મીડિયા પર ચલાવનારા કેમ્પેનને કારણે મને મળ્યું છે. એટલું જ નહીં મિયાએ પોતાના વીડિયોમાં એકવાર ફરી કિસાનોનો ઉલ્લેખ કર્યો છે. તેણે તે લોકોનો આભાર માન્યો જેને મિયાને સ્વાદિષ્ટ ડિનર મોકલ્યું છે. 

— Mia K. (@miakhalifa) February 7, 2021

 એક ગુલાબ જાંબુ દરરોજ, મતલબ ફાસીવાદથી દૂર ભાગવુ
મિયાએ પોતાનો વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું, 'આભાર રૂપી કૌર, આ સ્વાદિષ્ટ દાવત માટે. ધન્યવાદ જગમીત સિંહ, ગુલાબ (ગુલાબ જાંબુ) માટે. હું હંમેશા ચિંતિત કરુ છું, મિષ્ટાન માટે હંમેશા મારૂ પેટ ભરેલું રહે છે, તેથી હું આને ભોજન દરમિયાન ખાવાની. એક ગુલાબ દરરોજ ફાસીવાદથી દૂર રાખે છે.' #FarmersProtests.'

તમને જણાવી દઈએ કે મિયા ખલીફાએ કિસાન આંદોલનના સમર્થનમાં પહેલા તો ઇન્સ્ટા પર એક સ્ટોરી અપલોડ કરી નથી, જેમાં એક પ્રદર્શનકારીના પોસ્ટરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમાં લખ્યું હતું કે કિસાનોને મારવાનું બંધ કરો. દિલ્હીમાં ઇન્ટરનેટ બંધ છે. શું ચાલી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news