અભિનેતા Faraaz Khan નું નિધન, સુપરહિટ ફિલ્મ 'મહેંદી'માં કર્યું હતું કામ

બોલીવુડ અભિનેતા ફરાઝ ખાનનું 46 વર્ષની વયે નિધન થયું છે. અભિનેતા ઘણા દિવસથી બીમાર હતા. તેમની બેંગ્લુરુની એક હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. ફરાઝ ખાનના નિધનની જાણકારી અભિનેત્રી પૂજા ભટ્ટે ટ્વીટ કરીને આપી. ફિલ્મ મહેંદીમાં ફરાઝ ખાને રાણી મુખરજી સાથે કામ કર્યું હતું. 

અભિનેતા Faraaz Khan નું નિધન, સુપરહિટ ફિલ્મ 'મહેંદી'માં કર્યું હતું કામ

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા ફરાઝ ખાનનું 46 વર્ષની વયે નિધન થયું છે. અભિનેતા ઘણા દિવસથી બીમાર હતા. તેમની બેંગ્લુરુની એક હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. ફરાઝ ખાનના નિધનની જાણકારી અભિનેત્રી પૂજા ભટ્ટે ટ્વીટ કરીને આપી. ફિલ્મ મહેંદીમાં ફરાઝ ખાને રાણી મુખરજી સાથે કામ કર્યું હતું. 

પૂજા ભટ્ટે ટ્વીટ કરીને આપી જાણકારી
ફરાઝ ખાનના નિધનની જાણકારી અભિનેત્રી પૂજા ભટ્ટે ટ્વીટ કરીને આપી. કહ્યું કે ભારે હ્રદય સાથે જણાવી રહી છું કે ફરાઝ ખાન પણ આપણને બધાને છોડીને જતા રહ્યા. આશા છે કે તેઓ હવે વધુ સારી દુનિયામાં હશે. તમે બધાએ જે મદદ કરી તે માટે આભાર. જ્યારે ફરાઝના પરિવારને સૌથી વધુ જરૂર હતી ત્યારે તમે બધા મદદ માટે આગળ આવ્યા. ફરાઝના પરિવારને દુઆઓમાં યાદ રાખજો. ફરાઝની જગ્યા કોઈ ભરી શકશે નહીં. 

— Pooja Bhatt (@PoojaB1972) November 4, 2020

પૂજા ભટ્ટે મદદ માટે કરી હતી અપીલ
પૂજાએ તાજેતરમાં ફરાઝ ખાન બીમાર હોવાની જાણકારી આપી હતી. આ સાથે જ લોકોને અપીલ કરી હતી કે તેઓ આગળ આવીને ફરાઝ ખાન અને તેના પરિવારની મદદ કરે. સલમાન ખાને પણ પૂજાની અપીલ પર પરિવારની મદદ કરી હતી. 

યુસુફ ખાનના પુત્ર હતા ફરાઝ ખાન
ફરાઝ ખાને 1990ના દાયકાના અંત અને 2000ના દાયકાની શરૂઆતમાં અનેક સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં ફરેબ અને મહેંદી જેવી ફિલ્મો સામેલ છે. તેઓ અભિનેતા યુસુફ ખાનના પુત્ર હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news