દીલિપકુમારની દોહિત્રી સાયશાએ કર્યા લગ્ન, 17 વર્ષ મોટા એક્ટરને બનાવ્યો હમસફર
સાયશાએ શિવાય સાથે બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી
Trending Photos
નવી દિલ્હી : એક સમયના ફિલ્મસ્ટાર્સ સુમિત સહેગલ અને શાહિનની દીકરી સાયશા સહેગલે સાઉથના સુપરસ્ટાર સુર્યા સાથે હૈદરાબાદ ખાતે લગ્ન કરી લીધા છે. સુર્યા તેના કરતા 17 વર્ષ મોટો હોવા છતાં બંનેએ ધમાકેદાર રોમેન્સ કર્યા પછી લગ્ન કરી લીધા છે. સાયશાનું બોલિવૂડના ટોચના સ્ટાર દીલિપ કુમારના પરિવાર સાથે પણ ખાસ કનેક્શન છે. સાયશા સુપરસ્ટાર દીલિપ કુમારના પત્ની સાયરાબાનુની બહેનની દીકરીની દીકરી છે અને તે આ દંપતિની બહુ નજીક છે.
Forever and Ever😍😍🤗🤗😘 @sayyeshaa pic.twitter.com/gtLu8ilP2c
— Arya (@arya_offl) 10 March 2019
સાયશા અને આર્યાના લગ્નમાં સાયરા બાનો પણ ગ્રીન રંગના ડ્રેસમાં જોવા મળ્યા હતા. જોકે, તબિયત સારી ન હોવાના કારણે દીલિપકુમાર આ લગ્નનો હિસ્સો નહોતો બની શક્યા.
સાયશાના માતા-પિતા સુમિત અને શાહિન અલગ થઈ ગયા છે. ડિવોર્સ પછી સુમિતે એક્ટ્રેસ ફરહા સાથે લગ્ન કર્યા છે જ્યારે સાયશા માતા શાહિન સાથે રહેતી હતી. હવે સાયશા અને સુર્યાએ માર્ચ મહિનામાં લગ્ન કરવાના હોવાની જાહેરાત કરી છે. સુર્યા સાઉથનો સુપરસ્ટાર છે અને બંનેએ ફિલ્મ ગજનીકાંતમાં સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં કામ કરતા કરતા જ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા અને હવે તેમણે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે