મલાઇકા ટૂંક સમયમાં બની જશે મિસિસ અર્જુન કપૂર, જાણવા કરો ક્લિક

મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનું પ્રેમપ્રકરણ દિવસેને દિવસે ગાઢ બની રહ્યું છે

મલાઇકા ટૂંક સમયમાં બની જશે મિસિસ અર્જુન કપૂર, જાણવા કરો ક્લિક

મુંબઈ : મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનું પ્રેમપ્રકરણ દિવસેને દિવસે ગાઢ બની રહ્યું છે. સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે છુટાછેડા લીધા બાદ મલાઈકા અને અર્જુનનું પ્રેમપ્રકરણ પુરબહારમાં ચાલી રહ્યું છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ટૂંક સમયમાં જ લગ્ન કરી શકે છે. મલાઈકા અને અર્જુન ક્રિશ્ચિયન રીતિ-રિવાજ સાથે ચર્ચામાં લગ્ન કરશે. તેઓ એપ્રિલ મહિનામાં લગ્ન કરશે જેમાં તેમના નજીકના મિત્રોને આમંત્રણ અપાશે.

મલાઈકા કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’ની મહેમાન બની હતી. અહીં મલાઈકાએ એક સવાલના જવાબમાં કહ્યું કે ‘મને અર્જુન બધી રીતે ગમે છે, ધિસ વે એન્ડ ધેટ વે’. એક્ટ્રેસની આ કોમેન્ટ ચર્ચાનો વિષય બની છે. જ્યારે પ્રિયંકા આ ચેટ શોની મહેમાન બની ત્યારે તેને વરુણ ધવનના અફેર વિશે સવાલ કરાયો હતો, જેનો જવાબ આપતા પ્રિયંકાએ કહ્યું કે ‘હું માત્ર મલાઈકા અને અર્જુનના અફેર વિશે જાણું છું’.

અર્જુન અને મલાઇકાની રિલેશનશીપ બોલિવૂડમાં ચર્ચાનો મુદ્દો છે. સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનની ભૂતપૂર્વ પત્ની મલાઇકા અને પ્રોડ્યુસર બોની કપૂરના દીકરા અર્જુનની રિલેશનશીપથી સલમાન બહુ અપસેટ છે. આ કારણોસર સલમાને હાલમાં બોની કપૂરની બે મોટી ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી છે. અરબાઝ અને મલાઇકાએ ગયા વર્ષે દાયકા જુના લગ્ન પછી ડિવોર્સ લીધા છે. 

ડેક્કન ક્રોનિકલના સમાચાર પ્રમાણે બોની કપૂરે પોતાની બે ફિલ્મો માટે સલમાનને સાઇન કર્યો હતો પણ હવે સલમાને આ પ્રોજેક્ટમાં કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. બોની કપૂર નજીકના ભવિષ્યમાં સલમાન સાથે વોન્ટેડ 2 અને એન્ટ્રીમાં કામ કરવાનો હતો પણ હવે તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. ચર્ચા પ્રમાણે અર્જુન અને મલાઇકાના અફેરને કારણે આ નિર્ણય લેવાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news