PM મોદીની બાયોપિક પછી હવે વિવેક ઓબેરોયનો મોટો ધડાકો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં તેમનો રોલ ભજવ્યા પછી હવે એક્ટર વિવેક ઓબેરોય નવો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે. 

PM મોદીની બાયોપિક પછી હવે વિવેક ઓબેરોયનો મોટો ધડાકો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં તેમનો રોલ ભજવ્યા પછી હવે એક્ટર વિવેક ઓબેરોય નવો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે. વિવેક હવે ભારતીય વાયુ સેનાની વીરતાને સલામ કરવા માટે બાલાકોટ હવાઇ હુમલા પર આધારિત એક ફિલ્મ પ્રોડ્યુસ કરવા માટે જાઇ રહ્યો છે. આ ફિલ્મનું ટાઇટલ બાલાકોટ જ રહેશે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકી હુમલા પછી આઇએએફ વિંગ કમાન્ડર અભિનંદર વર્ધમાનના હવાઇ હુમલાની સાથેસાથે બીજા હવાઈ હુમલાઓ પર આધારિત હશે. આ ફિલ્મ હિન્દી સિવાય બીજી ભાષાઓમાં પણ બનાવવામાં આવશે. 

ન્યૂઝ એજન્સી આઇએએનએસએ આપેલી માહિતી પ્રમાણે વિવેક ઓબેરોયે પોતાના પ્રોજેક્ટ વિશે માહિતી આપતા કહ્યું કે, "એક ગર્વિત ભારતીય, એક દેશભક્ત અને ફિલ્મ જગતના સભ્ય તરીકે મારું કર્તવ્ય છે કે હું આપણા સશક્ત દળોની ક્ષમતા પર પ્રકાશ ફેંકીએ. ત્રણ ભાષામાં બનનારી આ ફિલ્મ આ વિંગ કમાન્ડર અભિનંદન જેવા બહાદુર અધિકારીઓનો પરિચય કરાવવાનું સશક્ત માધ્યમ છે. ."

— Vivek Anand Oberoi (@vivekoberoi) August 23, 2019

આ ફિલ્મ વિશે વિવેક ઓબેરોયે જણાવ્યું છે કે બાલાકોટ હવાઇ હુમલો ભારતીય વાયુસેનાનો સૌથી સુનિયોજિત હુમલો હતો. મેં પુલવામા હુમલાથી માંડીને બાલાકોટમાં થયેલા હવાઇ હુમલાઓ વિશેના સમાચારો પર નજર રાખી છે. આ ફિલ્મ તમામ પરિસ્થિતિઓની સ્પષ્ટતા કરશે. હું આઇએએફનો આભાર માનું છું અને મને આશા છે કે અમે વાર્તાને ન્યાય આપી શકીશું. આ ફિલ્મ 2020માં રિલીઝ થવાની સંભાવના છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news