Malaika Arora Car Accident: મુંબઇ-પુણે હાઈવે પર મલાઈકા અરોરાની કારનો અકસ્માત, એક્ટ્રેસને હોસ્પિટલમાં દાખલ કરાઈ

Malaika Arora Car Accident: બોલીવુડ એક્ટ્રેસ મલાઈક અરોરાની કારનો શનિવાર મોડી સાંજે અકસ્માત થયો. મલાઈકા પુણેથી એક ફેશન ઇવેન્ટમાં ભાગ લઈ મુંબઇ પરત ફરી રહી હતી.

Malaika Arora Car Accident: મુંબઇ-પુણે હાઈવે પર મલાઈકા અરોરાની કારનો અકસ્માત, એક્ટ્રેસને હોસ્પિટલમાં દાખલ કરાઈ

મુંબઇ: Malaika Arora Car Accident: બોલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરાની કારનો શનિવાર મોડી સાંજે અકસ્માત થયો. મલાઈકા અરોરાને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યાં મલાઈકાની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે.

ખોપોલીમાં થયો કાર અકસ્માત
મીડિયા રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રના ખોપોલીમાં એક્સપ્રેસ-વે પર અભિનેત્રીની કારનો અકસ્માત થયો. આ ઘટનામાં મલાઈકા અરોરા ઘાયલ થઈ હતી. મલાઈકાને સારવાર માટે નજીકના અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

એક સાથે ત્રણ કારનો અકસ્માત
ખોપોલી પોલીસ સ્ટેશનના પોલીસ નિરીક્ષક શિરીષ પવારે જણાવ્યું કે, આ અકસ્માત મુંબઇ-પુણે એક્સપ્રેસ પર 38 કિમીના પોઈન્ટ પર થયો. ત્યાં એક સાથે ત્રણ કાર અથડાઈ હતી, જેમાં ત્રણ કારને નુકસાન થયું છે. ઘટના બાદ કાર ચાલક ગાડી લઇને ફરાર થઈ ગયો, જેની જાણકારી મળી નથી કે તે ગાડીઓમાં સવાર લોકોને કેટલી ઇજા પહંચી છે. જો કે, ઘટનાસ્થળ પર હાજર કેટલાક લોકોએ જણાવ્યું કે, તેમને સામાન્ય ઇજા પહોંચી છે.

પોલીસ કરી રહી છે તપાસ
ઇન્સ્પેક્ટર શિરીષ પવારે જણાવ્યું કે હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ત્રણ કારાના રિજિસ્ટ્રેશન નંબર પોલીસને મળી ગયા છે. તે ગાડી માલિકો સાથે સંપર્ક કરી ઘટનાની સંપૂર્ણ જાણકારી મેળવવામાં આવશે. ત્યારબાદ જરૂરિયાત પડી તો કેસ નોંધી આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.

અમૃતા અરોરાએ કરી ઘટનાની પુષ્ટી
મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરાએ ઘટનાની પુષ્ટી કરી છે. રિપોર્ટ અનુસાર તેમણે મીડિયાને કહ્યું કે, તે પહેલા કરતા વધુ સારી છે અને સારવાર ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર ઘટના સમયે મલાઈકા અરોરા પુણેમાં આયોજિત એક ફેશન ઇવેન્ટમાંથી પરત ઘરે ફરી રહી હતી. તે દરમિયાન આ ઘટના બની. હોસ્પિટના સુત્રોના જણાવ્યા અનુસાર ઘટનામાં મલાઈકા અરોરાને આંખના ભાગે ઇજા થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news