કેન્સરે ધકેલી દીધી હતી મોતના મોંમાં, સરોગસીથી બની બે દીકરીઓની માતા
આ ખૂબસુરત એક્ટ્રેસ અનેક બોલિવૂડની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે
Trending Photos
મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ લીસા રે 2009માં તેને બ્લેડ કેન્સર થયું હોવાના પગલે સમાચારમાં આવી હતી અને ફરી તે ચર્ચામાં છે. જોકે, આ વખતે કારણ ખુશ કરી દે એવું છે. હકીકતમાં લીસા સરોગસીની મદદથી જોડિયા બાળકીઓની માતા બની છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં લીસાએ જણાવ્યું છે કે, “હું મારી ખુશીને શબ્દોમાં વર્ણવી નથી શકતી. દીકરીઓની સંભાળ રાખવા સાથે મારે બીજી અનેક ચીજોને મેનેજ કરવી પડે છે જેમકે પોતાની જાતની સંભાળ રાખવી, પોતાના કામને સમય ફાળવવૌો અને સાથે સાથે પતિ તથા પરિવાર માટે પણ સમય ફાળવવો. મારા જીવનમાં અનેક ચડાવ-ઉતાર આવ્યા છે અને હું મારા જીવનમાં આવતા દરેક બદલાવનો ભરપૂર આનંદ ઊઠાવી રહી છું. હું જલ્દી જ મારી બાળકીઓને મારા મુંબઈ સ્થિત ઘરે લાવવા માંગુ છું.”
લીસા અને તેના પતિ જેસન ડેહે તેમની પુત્રીઓના નામ સૂફી અને સોલેલ રાખ્યા છે. બંને બાળકોનો જન્મ આ વર્ષે જૂન મહિનામાં સેરોગસીના માધ્યમથી જ્યોર્જિયામાં થયો હતો. ઇન્ટરવ્યૂમાં લીસાએ જણાવ્યું છે કે, “મેં અને મારા પતિએ નિર્ણય કર્યો કે અમે સરોગસીના માધ્યમથી બાળકોને જન્મ આપીશું, આ પ્રક્રિયા માટે ભારત અમારી પ્રથમ પસંદગી હતુ અને અમે એક જાણીતા ડોક્ટર પાસેથી આ અંગે સલાહ પણ લીધી હતી. પરંતુ આ પ્રક્રિયા શરૂ થતા પહેલા જ ભારતે સરોગસીના નિયમોમાં મોટા પાયે ફેરફાર કર્યા જેને કારણે અમને મોટો ઝટકો લાગ્યો.”
ભારત બાદ લીઝાએ સેરોગસી માટે મેક્સિકો પર પસંદગી ઉતારી પરંતુ ત્યાં પણ તેને હતાશા સાંપડી. ત્યાર બાદ કેટલાંક મિત્રોએ લીઝાને જ્યોર્જિયા જવાની સલાહ આપી. જ્યોર્જિયામાં સરોગસી માટે યોગ્ય કાયદા છે અને આ પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ઊભી થતી નથી. આથી લીઝા થોડા મહિના માટે જ્યોર્જિયા શિફ્ટ થઈ ગઈ અને આખરે બે સુંદર દીકરીઓની માતા બની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે